Mahisagarમાં દીકરાના મોતની 5 મિનિટ બાદ માતાએ પણ દેહ છોડ્યો, હાર્ટ એટેકે લીધો ભોગ!

મહીસાગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રનું મોત નીપજ્યાની પાંચ મિનિટ બાદ માતાનું પણ મોત નીપજ્યું હતું. કહેવાય છે કે, માતા અને પુત્રનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • દીકરાના મોતના પાંચ મિનિટ બાદ માતાએ દેહ ત્યજ્યો
  • બંનેને હાર્ટ એટેક આવ્યા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન
  • દીકરાના મોત બાદ માતાને આઘાત સહન થયો નહોતો

મહીસાગરઃ મહીસાગરના લુણાવાડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રનું મોત નીપજ્યું હતું. એ પછી પાંચ જ મિનિટમાં માતાએ પણ દેહ છોડ્યો હતો. બંનેના મોત હાર્ટ એટેક આવ્યો હોવાથી થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુત્રના મોત બાદ માતાએ પણ પોતાનો દેહ ત્યાગ્યો હતો. એક સાથે પુત્ર અને માતાનું મોત થયા બાદ પરિવારના સભ્યોમાં પણ શોક છવાયો છે. સમગ્ર ગામમાં પણ હાલ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. પુત્રના મોતની માત્ર પાંચ જ મિનિટમાં માતાએ પણ દેહ છોડ્યો હતો. ત્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 

પુત્રના વિયોગમાં માતાએ દેહ છોડ્યો 
પ્રાપ્ત સ્થાનિક રિપોર્ટ મુજબ, પહેલાં પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો. આ વાતનો આઘાત માતા સહન કરી શકી નહોતી. પાંચ જ મિનિટમાં માતાએ પણ પોતાનો દેહ ત્યાગ્યો હતો. આ ઘટના મહીસાગરના લુણાવાડામાં આવેલા દલવાઈ સાવલીમાં બની હતી. જ્યાં પહેલાં 56 વર્ષીય અશ્વિન પટેલને હાર્ટ એટેક આવ્યો હતો. દીકરાનું મોત થયું હોવાની વાત માતાને ખબર પડતા તેઓ આઘાત સહન કરી શક્યા નહોતા. જે બાદ 86 વર્ષીય માતાએ પણ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. 

હાર્ટ એટેકે લીધો જીવ?
જો કે, દીકરાનું અને માતાનું મોત હાલ તો હાર્ટ એટેકના કારણે થયુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લાં બે દિવસમાં ગુજરાતમાં પાંચ લોકોનાં હાર્ટ એટેકથી મોત થયા છે. નાના બાળકો હોય કે મોટી ઉંમરના વડીલો, તમામ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે અને એના કારણે નિષ્ણાંતોની ચિંતા વધી છે. 

પાંચ લોકોનાં મોતથી હડકંપ 
ગુજરાતમાં બે દિવસમાં પાંચ લોકોનાં હાર્ટ એટેકથી મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. રાજકોટ અને જામનગરમાં એક એકનું મોત હાર્ટ એટેકથી થયુ છે. જ્યારે સુરતમાં ત્રણ લોકોનાં હાર્ટ એટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.