ગુજરાતમાં ધારાસભ્યોની લે - વેચ ચાલુ...MLA ભુપત ભાયાણીએ આપ્યુ રાજીનામુ, ભાજપમાં જોડાય એવી શક્યતા

Ahmedabad: લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આપને ફરીથી એક વાર મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આપના ધારાસભ્યે ભુપત ભાયાણીએ પાર્ટીને રામ રામ કહી દીધા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભુપત ભાયાણીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે
  • હવે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે
  • તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપ સાથે સંપર્કમાં હતા

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ત્યારે પક્ષો પણ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદેથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ હવે ભાજપમાં જોડાય એવી શક્યતાઓ છે. મહત્વનું છે કે, તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપના સંપર્કમાં હતા. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ તેમનું રાજીનામુ મંજૂર કર્યુ હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. હવે આ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે, હવે આમ આદમી પાર્ટી પાસે માત્ર ચાર જ ધારાસભ્ય રહ્યા છે. 

ભાજપમાં જોડાશે કે શું?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનો રંગ જમાવી શકી નથી. વારંવાર પાર્ટીમાંથી ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્યએ પોતાનું રાજીનામુ ધરી દીધુ છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદેથી અને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. હવે એવી અટકળો વહેતી થઈ છે કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. લોકોના મુખે પણ આવી જ ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું છે કે, તેઓ ભાજપ સાથે સંપર્કમાં હતા. 

પક્ષ પલટો કર્યો હતો 
સૌરાષ્ટ્રની વિસાવદરની બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. તઓ પણ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા. હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટ પરથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ગઈ ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે બાદ ભુપત ભાયાણીએ તેમને મોટા માર્જીનથી હરાવ્યા હતા.   

કેશુભાઈ પટેલની પરંપરાગત સીટ 
વિસાવદરની સીટ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માટે પરંપરાગત સીટ હતી. 6 ઓગસ્ટ, 2012ના રોજ તેઓએ જીપીપીની સ્થાપના કરી હતી. ગોરધન ઝડફિયાના નેતૃત્વમાં મહાગુજરાત જનતા પાર્ટીએ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં સમન્વય કર્યુ હતુ. જે બાદ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ખરાબ પરિવર્તન કર્યુ અને માત્ર બે જ બેઠકો જીતી. કેશુભાઈ પટેલે ફેબ્રુઆરી, 2014માં પોતાની તબિયત ખરાબ હોવાથી રાજીનામુ આપ્યું હતું. 

ભાજપ સાથે વિલિનીકરણની જાહેરાત 
GPPના પ્રમુખ ગોરધન ઝડફિયાએ 24 ફેબ્રુઆરી 2014ના રોજ GPPને ભારતીય જનતા પાર્ટી સાથે વિલીનીકરણની જાહેરાત કરી. GPPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ આ નિર્ણયનો વિરોધ કર્યો. ગુજરાત વિધાનસભામાં ધારીનું પ્રતિનિધિત્વ કરનારા નલિન કોટડિયા પક્ષ સાથે ભાજપમાં જોડાયા હતા.