ભારતમાં સૌથી સુરક્ષિત શહેરો કયા? NCRBના રિપોર્ટમાં Ahmedabad-Surat કયા નંબરે?

NCRBએ દેશના ગુનાખોરીના એક રિપોર્ટમાં કહ્યું છે કે, કોલકત્તા શહેર એ દેશનું સૌથી સુરક્ષિત શહેર છે. જ્યારે અમદાવાદ આઠમા નંબરે અને સુરત ચોથા નંબરે છે. કોલકત્તામાં બળાત્કારના કેસ લગભગ ના બરાબર છે.

Share:

હાઈલાઇટ્સ

  • દેશમાં સૌથી સુરક્ષિત શહેરોમાં કોલકત્તા પહેલાં નંબરે
  • અમદાવાદ આઠમા નંબરે અને સુરત ચોથા નંબરે
  • મુંબઈ નવમા નંબરે અને કોઝીકોડે દસમા નંબરે છે

અમદાવાદઃ ભારતમાં રહેવા માટેના સુરક્ષિત શહેરો કયા છે. એ અંગે ભારત સરકારે પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં દેશમાં સૌથી સુરક્ષિત શહેરો કયા છે એનો રિપોર્ટ છે. દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં ફરી એકવાર કોલકત્તા નંબર વન પર છે. જ્યારે સુરત ચોથા નંબરે અને અમદાવાદ આઠમા નંબરે છે. અમદાવાદમાં ગુનાખોરીનો દર આઈપીસીની કલમ પ્રમાણે 36.1 છે. સુરતનો 215.3 અને કોલકત્તાનો માત્ર 78.2 છે. જેના કારણે કોલકત્તા શહેર દેશમાં રહેવા માટે સૌથી વધુ સુરક્ષિત શહેર બન્યું છે. જ્યારે અમદાવાદ ગુનાખોરીની દ્રષ્ટિએ આઠમા નંબરે છે. તો શુરત શહેર ચોથા નંબરે છે. 

પહેલાં નંબરે કઈ સિટી?
NCRBના આંકડા મુજબ, ભારતમાં રહેવા માટે કોલકત્તા શહેર સૌથી સુરક્ષિત શહેર છે. સતત ત્રીજા વર્ષે કોલકત્તા સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. આખા દેશમાં સૌથી ઓછા ગુના કોલકત્તા શહેરમાં નોંધાયા છે. જ્યારે બીજા નંબરે, ચેન્નાઈ, ત્રીજા નંબરે કોઈમ્બતૂર, ચોથા નંબરે સુરત, પાંચમા નંબરે પૂને, છઠ્ઠા નંબરે હૈદરાબાદ, સાતમાન નંબરે બેંગાલુરુ, આઠમા નંબરે અમદાવાદ, નવમા નંબરે મુંબઈ અને દસમા નંબરે કોઝીકોડે છે. 

આ ગુના વધ્યા 
મહત્વનું છે જે રીતે દેશમાં યુપી ગુનાખોરમાં નંબર વન પર છે. એ રીતે હવે સમગ્ર દેશમાં ધીરે ધીરે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં પણ દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર, સાઈબર ક્રાઈમ, ફ્રોડ વગેરે સહિતના ગુનાઓમાં વધારો થયો છે. જો કે, એનસીઆરબીએ જાહેર કરેલાં આંકડા સત્તાવાર છે. દેશમાં સૌથી સુરક્ષિત સ્થળોમાં કોલકત્તા ફરી એકવાર બાજી મારી ગયુ છે. જ્યારે અમદાવાદ અને સુરત આઠમા તથા ચોથા નંબરે છે.