Surat: દોસ્તો સાથે ફિશ ખાતી વખતે ગળામાં ફસાયો કાંટો, શ્વાસ અટકતા યુવકનું મોત

Surat: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકનું માછલીનો કાંટો અટવાઈ જતા મોત નીપજ્યું છે. તે પોતાના દોસ્તો સાથે ફિશ ખાવા માટે ગયો હતો અને આ ઘટના બની હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ફિશનો કાંટો અંદર ફસાઈ જતા યુવકનું મોત
  • દોસ્તો સાથે ફિશ ખાવા માટે ઘરે રાખી હતી દાવત
  • બિહારના આ યુવકના પરિવારમાં ત્રણ બાળકો

સુરતઃ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ફિશ ખાવના શોખીનો માટે ચેતવણીજનક છે. સચિન વિસ્તારમાં એક યુવકના ગળામાં માછલીનો કાંટો અટકી ગયો હતો. જે બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને પછી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સુરતના સચિન વિસ્તારની છે. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા મુજબ, શ્વાસ લેવામાં તકલીફફ થતા લોહી જામી ગયુ હતુ અને યુવકને બ્રેનહેમરેજ થઈ ગયુ હતુ. યુવકને અનેકવાર ઉલટી થઈ પણ કાંટો નીકળ્યો નહીં. 

ફિશનો કાંટો ગળામાં ફસાયો 
આ યુવકનું નામ મુન્ના યાદવ છે. તે પોતાના સંબંધીઓ માટે રોહુ મછલી લાવ્યો હતો અને દાવત રાખી હતી. રાત્રે લગભગ દસ વાગ્યાના સુમારે મુન્ના યાદવ તેના ચાર દોસ્તો અને સંબંધીઓ સાતે ખાવાનું ખાઈ રહ્યો હતો. એ સમયે અચાનક તેના ગળામાં ફિશનો એક કાંટો ફસાઈ ગયો હતો. તેના દોસ્તોએ ઉઠીને તેની પીઠ પણ થાબડી હતી, કાંટો કાઢવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ થોડી જ વારમાં યુવક બેભાન થઈ ગયો હતો. એ પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

બિહારનો હતો યુવક 
ડોક્ટરોએ તના ગળાનો એક્સરે લીધો અને સારવાર કરી. આ સમયે પણ યુવકને ખૂબ જ ઉલટીઓ થઈ હતી. જો કે, સારવાર દરમિયાન યુવકનું મોત થયુ હતુ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવક મૂળ બિહારનો હતો. તે એક કપડાના એકમમાં કામ કરતો હતો. તે તેના દોસ્તો અને સંબંધીઓ સાથે સચિનના સૂડા સેક્ટર-2ના સાઈનાથ નગરમાં રહેતો હતો. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ 
પોલીસે કહ્યું કે, યુવકને ગળામાં કાંટો ફસાવવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોનું અનુમાન છે કે, ઓક્સિજન ન મળતા તેના માથામાં લોહી જામી ગયુ હતુ. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહહ જોવાઈ રહી છે. એ પછી જ સાચુ કારણ જાણવા મળશે. જો કે, યુવકને અંતિમ સંસ્કાર માટે બિહાર લઈ જવામાં આવ્યો હતો. તેના પરિવારમાં ત્રણ બાળકો છે.