Ahmedabadથી દુબઈ જતી ફ્લાઈટનું Pakistanમાં કેમ ઈમરજન્સી લેન્ડિંગ કરાયું?

Ahmedabad Dubai Flight: અમદાવાદથી દુબઈ જઈ રહેલી એક ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક મેડિકલ ઈમરજન્સી આવી જતા ફ્લાઈટ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદથી દુબઈની ફ્લાઈટ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરાઈ
  • એક મુસાફરને મેડિકલ ઈમરજન્સી આવી જતા ડાયવર્ટ કરાઈ ફ્લાઈટ
  • સ્પાઈસ જેટની ફ્લાઈટનું કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની એક ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  મેડિકલ ઈમરજન્સી આવી જતા આ ફ્લાઈટ કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં એક મુસાફરની તબિયત અચાનક લથડી પડતાં મેડિકલ ઈમરજન્સી આવી પડી હતી. મુસાફરની સારવાર માટે આ લેન્ડિંગ કરાચીમાં કરવામાં આવ્યું હતું. 

આ હતુ કારણ
એરલાઈન્સના જણાવ્યા મુજબ, અમદાવાદથી દુબઈ જઈ રહેલી એક ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત અચાનક બગડી હતી. જેથી મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં  રાખીને ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. સ્પાઈસ જેટની બોઈંગ 737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

અગાઉ પણ બન્યું હતું
આ પહેલાં 23 નવેમ્બરના રોજ હૈદરાબાદથી ઉડાન ભરેલી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં પણ આવું જ બન્યું હતું. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં એક મુસાફરની તબિયત બગડતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

પેસેન્જરનું મોત 
આ પહેલાં મુંબઈથી રાંચી જઈ રહેલી એક ફ્લાઈટમાં પણ આવી જ ઘટના બની હતી. એક પેસેન્જરને મેડિકલ ઈમરજન્સી આવી ગઈ હતી. જે બાદ ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એ પછી મુસાફરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ બીમારીના કારણે તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.