દિયરે બાથરૂમમાં ફોન મૂકી ભાભીનો ન્યુડ વીડિયો ઉતાર્યો, અ'વાદના પોશ વિસ્તારની ઘટના

યુવતી સ્નાન કરવા ગઈ ત્યારે સગીર દિયરે જ બાથરૂમમાં ફોન ગોઠવીને ન્યુડ વીડીયો ઉતાર્યો હતો. સેટેલાઈટ પોલીસમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ.

Share:

હાઈલાઇટ્સ

  • ભૂતકાળ ખરાબ છે અને તું દુધે ધોયેલી નથી: સસરા
  • સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

અમદાવાદના પોશ વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં સગીર દિયરે જ બાથરૂમમાં ફોન મૂકીને ન્યુડ વીડિયો ઉતારી લીધો. આ બાબતે વહુએ ઘરના લોકોને ફરિયાદ કરતા સાસુ-સસરાએ ચારિત્ર્ય પર આક્ષેપ કર્યા હતા જ્યારે પતિએ માર માર્યો હતો. આ મામલે પરિણીતાએ ફરિયાદ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પોશ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી એક વિદેશી કંપનીમાં જોબ કરે છે. આ યુવતી જે ફ્લેટમાં રહે છે તે ફ્લેટમાં રહેતા યુવક સાથે આંખ મળતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મિત્રતા બાદ વાત આગળ વધતા બંનેએ પરિવારની સંમતિથી સગાઈ કરી હતી. જો કે, યુવક કોઈ કામ ધંધો કરતો ન હોવાથી યુવતીના માતા-પિતાએ યુવક કઈ નોકરી કરશે ત્યારે લગ્ન કરાવી આપવાની શરત મૂકી હતી. ત્યાં યુવક અને તેના માતા-પિતાએ લગ્ન કરાવી દેવા માટે યુવતીના ઘરે આવીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.

ઝઘડો ન વધે તે માટે યુવતી પીજીમાં રહેવા જતા સાસુએ તેને કહ્યું હતું કે સગાઈ બાદ તું પીજીમાં રહે એ સારું ન લાગે. જેથી યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા અને સાસરે રહેવા માટે આવી ગઈ હતી. 26 નવેમ્બરના રોજ સાંજે યુવતી સ્નાન કરવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન તેનો સગીર દિયર એક મિનિટમાં આવું છું કહીને ટોયલેટમાં ગયો હતો. બાદમાં યુવતી જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારે અચાનક જ બેઝીનની નીચે નજર કરતા જોયું તો ફોન મૂકેલો હતો. દિયર ફોન ભૂલી ગયો હશે તેવું માનીને ભાભીએ જ્યારે ફોન હાથમાં લીધો તો તેમાં વીડિયો રેકોર્ડિંગ ચાલું હતું. જ્યારે યુવતીએ તેના પતિને આ અંગે વાત કરી તો તેણે તેના ભાઈને લાફો મારીને ઠપકો આપ્યો હતો. જ્યારે સસરાએ હું પણ તારી મમ્મી સંતોષ ના આપી શકે ત્યારે આવા વીડિયો જોઉં છું કહ્યું હોવાનો પરિણીતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

એટલું જ નહીં, યુવતીના સાસુ-સસરા તેને કહેતા કે તારો ભૂતકાળ ખરાબ છે અને તું દુધે ધોયેલી નથી. જ્યારે તેનો પતિ પણ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરીને માર માર્યો હતો. આમ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે પોલીસની મદદ માંગી છે.

Tags :