PM Modi દ્વારા લિખિત માડી ગરબા પર 1 લાખ લોકો રમશે ગરબા, વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

PM Modi: રાજકોટના રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત માડી ગરબા (Maadi Garba) પર શરદ પૂનમના દિવસે 1 લાખથી વધુ લોકો ગરબા રમશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. રાજકોટના રેસકોર્સ ખાતે 28 ઓક્ટોબરના રોજ શરદ પૂનમની સાંજે 7થી 11 કલાક સુધી ગરબા ૨માશે. બોલીવુડ ગાયક પાર્થિવ ગોહિલ અને તેની ટીમના તાલે રાજકોટવાસીઓ ગરબા રમશે. […]

Share:

PM Modi: રાજકોટના રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત માડી ગરબા (Maadi Garba) પર શરદ પૂનમના દિવસે 1 લાખથી વધુ લોકો ગરબા રમશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. રાજકોટના રેસકોર્સ ખાતે 28 ઓક્ટોબરના રોજ શરદ પૂનમની સાંજે 7થી 11 કલાક સુધી ગરબા ૨માશે. બોલીવુડ ગાયક પાર્થિવ ગોહિલ અને તેની ટીમના તાલે રાજકોટવાસીઓ ગરબા રમશે.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે. 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઈન્ક્રેડિબલ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં 20 થી વધુ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે અને વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો મેદાનમાં ઉપસ્થિત રહેશે તેમજ 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. 

વધુ વાંચો: PM મોદીએ લખ્યો ગરબો, ધ્વની ભાનુશાલીએ આપ્યો અવાજ

PM Modi એ લખ્યો હતો ગરબો

પીએમ મોદી (PM Modi)એ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ મ્યુઝિક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ માડી ગરબા (Maadi Garba)માં ગાયિકા ધ્વની ભાનુશાળીએ અવાજ આપ્યો છે અને સંગીતકાર તનિષ્ક બાગચીએ મ્યુઝીક આપ્યું છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે, “પીએમ મોદીએ લખેલ ગીત ‘ગરબા’ માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે.”

ધ્વની ભાનુશાળીએ X પર લખ્યું હતું કે, “પ્રિય નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગયી અને મને તમારા દ્વારા લખવામાં આવેલ ગરબા ખૂબ ગમ્યા અને અમે એક ફ્રેશ રિધમ, કોમ્પોઝીશન અને ફ્લેવર સાથે ગીત બનાવવા માંગતા હતા. જસ્ટ મ્યુઝિકે અમને આ ગીત અને વિડિયોને જીવંત બનાવવામાં મદદ કરી.”

ધ્વની ભાનુશાલીના ટ્વીટનો જવાબ આપતાં PM મોદી (PM Modi)એ લખ્યું હતું, “ ધ્વની, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો મેં વર્ષો પહેલા લખેલા માડી ગરબા (Maadi Garba)ની આ સુંદર રજૂઆત માટે આભાર! તે ઘણી યાદો પાછી લાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી પણ છેલ્લા કેટલાક દિવસોથી મેં એક નવો ગરબા લખવાનું મેનેજ કર્યું છે.”

વધુ વાંચો: પહેલા નોરતે રીલિઝ થયો ગરબો ‘માડી’, કંગના રનૌતે વખાણ્યો

ગરબાના સ્થળે કલાત્મક સ્ટેજ તેમજ અલ્ટ્રા મોડલ સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ લાખ સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડમાં એક લાખથી પણ વધુ લોકો એક સાથે રમી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.