ગુજરાતના બાવળા-બગોદરા હાઈવે અકસ્માતમાં 10ના મોત, 13 ઘાયલ

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર શુક્રવારે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટા હાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો અને 5 મહિલાઓ સહિત 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 13 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના રાજકોટ-અમદાવાદ હાઈવે પર બગોદરા ગામ નજીક બની હતી.  […]

Share:

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર શુક્રવારે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટા હાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો અને 5 મહિલાઓ સહિત 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 13 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના રાજકોટ-અમદાવાદ હાઈવે પર બગોદરા ગામ નજીક બની હતી. 

આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામીણ પોલીસ વિભાગના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે થયેલા અકસ્માતમાં કુલ પાંચ મહિલાઓ, ત્રણ બાળકો અને બે પુરૂષોએ જીવ ગુમાવ્યા હતા.

બાવળા-બગોદરા હાઈવે પર છોટા હાથીમાં ચોટીલાથી પરત ફરી રહ્યો હતો પરિવાર

પોલીસના જણાવ્યા અનુસાર, છોટા હાથી ખેડા જિલ્લાના કપડવંજના સોલકા ગામના 23 લોકોને લઈને શુક્રવારે ચોટીલાથી પરત ફરી રહી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક ટ્રક, જેનું ટાયર પંચર થઈ ગયું હતું, તે હાઈવેની વચ્ચે ઉભેલી હતી. અમદાવાદ રેન્જના IG પ્રેમ વીર સિંહે જણાવ્યું હતું કે, છોટા હાથીના ડ્રાઈવરે પાર્ક કરેલી ટ્રકને ધ્યાનમાં લીધી ન હતી, પરિણામે જીવલેણ અકસ્માત થયો હતો.

પંચર પડેલી ટ્રેક કાળ બની

અકસ્માતનું કારણ છોટા હાથીની ઓવરલોડ સ્થિતિને આભારી છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે માલના પરિવહન માટે થાય છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી, ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. પ્રેમ વીર સિંહે જણાવ્યું હતું કે ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.  

આ અકસ્માતને પગલે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો બીજી તરફ ટ્રાફિક જામથી અન્ય નાગરિકો અટવાયા હતા. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર થયો હતો. 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બાવળા-બગોદરા હાઇવે પર અકસ્માત થતાં 10 શ્રધ્ધાળુનાં અવસાન થયાના સમાચાર જાણી ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, “અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.”

મૃતકના પરિવાર માટે સહાય જાહેર કરાઈ

પીએમ નરેન્દ્ર મોદીએ પણ સંવેદના વ્યક્ત કરતાં ટ્વીટ કરીને લખ્યું, “અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું . ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.”

તેમણે કહ્યું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે તેમજ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.