મદુરાઈ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગતાં 10નાં મોત, 20 ઘાયલ

આજે વહેલી સવારે મદુરાઈ રેલવે સ્ટેશન નજીક એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં બોડી લેન નજીક ઉભી રહેલી પેસેંજર ટ્રેનમાં આગ લાગી હતી.આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ મૃતદેહોને મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. […]

Share:

આજે વહેલી સવારે મદુરાઈ રેલવે સ્ટેશન નજીક એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં બોડી લેન નજીક ઉભી રહેલી પેસેંજર ટ્રેનમાં આગ લાગી હતી.આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ મૃતદેહોને મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. ગેસના સિલિન્ડરના કારણે ટ્રેનમાં આગ લાગી હોવાના અહેવાલ છે.

મદુરાઈના જિલ્લા કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ, અહીં મદુરાઈ રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાં આગ લાગી હતી. તેમાં ઉત્તર પ્રદેશના યાત્રાળુઓ હતા. જ્યારે તેઓ કોફી બનાવવા માટે ગેસનો ચૂલો સળગાવતા હતા ત્યારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. અત્યાર સુધીમાં, અમે નવ મૃતદેહોને પુનઃપ્રાપ્ત કર્યા છે.

દક્ષિણ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી બી.ગુગનેસનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાનગી પાર્ટીના કોચમાં મુસાફરોએ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરની દાણચોરી કરી હતી જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. અધિકારીએ જણાવ્યું કે પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ દ્વારા શુક્રવારે નાગરકોઈલ જંક્શન પર કોચ જોડવામાં આવ્યો હતો અને મદુરાઈ પહોંચ્યા બાદ તેને અલગ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ એક ખાનગી પાર્ટીનો કોચ છે જે ગઈકાલે (25 ઓગસ્ટ) ટ્રેન નં. 16730 (પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ) દ્વારા નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો હતો. ખાનગી પાર્ટીના કોચમાં મુસાફરોએ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરની દાણચોરી કરી હતી અને તેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગી હોવાની જાણ થતાં ઘણા મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર જ નીચે ઉતરી ગયા હતા.”

આજે સવારે 5.15 વાગ્યે ટ્રેનમાં આગ લાગી હતી અને અડધા કલાક પછી સ્થળ પર પહોંચેલા ફાયર સર્વિસના કર્મચારીઓએ સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.

દક્ષિણ રેલવેએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને ₹ 10 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી અને ₹ 3 લાખની મદદ કરવાની જાહેરાત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમિલનાડુના મદુરાઈમાં એક સ્થિર ટ્રેનમાં આગ લાગવાને કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “રેલવેમાં બીજી એક વિનાશક ઘટના મદુરાઈ ખાતે, જેમાં એક ટ્રેનમાં આગ લાગી, 9 દુ:ખદ મૃત્યુ અને ઓછામાં ઓછા 20 લોકોને ગંભીર ઈજા થઈ. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો માટે પ્રાર્થના કરું છું.