ગુરૂવાર અને શુક્રવારના રોજ મુંબઈ ખાતે I.N.D.I.Aની ત્રીજી બેઠકમાં શું બનશે તે 10 પોઈન્ટ્સથી સમજીએ

કોંગ્રેસની અધ્યક્ષતામાં બનેલો વિપક્ષી મોરચો I.N.D.I.A ત્રીજી બેઠક યોજવા જઈ રહ્યો છે. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સ ગુરૂવાર અને શુક્રવારના રોજ મુંબઈ ખાતે બેઠક કરશે.  મુંબઈ ખાતેની બેઠકમાં વિપક્ષી મોરચો 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે. આ બેઠક પહેલા જ સરકારે ગેસ સિલિન્ડર્સની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો જાહેર કર્યો છે. આ કારણે […]

Share:

કોંગ્રેસની અધ્યક્ષતામાં બનેલો વિપક્ષી મોરચો I.N.D.I.A ત્રીજી બેઠક યોજવા જઈ રહ્યો છે. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સ ગુરૂવાર અને શુક્રવારના રોજ મુંબઈ ખાતે બેઠક કરશે. 

મુંબઈ ખાતેની બેઠકમાં વિપક્ષી મોરચો 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે. આ બેઠક પહેલા જ સરકારે ગેસ સિલિન્ડર્સની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો જાહેર કર્યો છે. આ કારણે I.N.D.I.Aના પ્રમુખ નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ હતી. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ગઠબંધને 2 મહિનામાં માત્ર 2 બેઠક કરી છે અને તમે જોઈ શકો છો કે LPGની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ I.N.D.I.Aનો પાવર છે. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે વિપક્ષની આ બેઠકમાં લોગો અને બેઠકની ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

1. આ બેઠક મુંબઈની લક્ઝરી હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે યોજાશે. પાછલી બંને બેઠક પટના અને બેંગલુરૂમાં યોજાઈ હતી.

2. RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના દીકરા, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પહેલેથી જ મુંબઈ પહોંચી ચુક્યા છે.

3. મણિપુર મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેના પછી આ બેઠક યોજાઈ રહી છે. 

4. બેઠકના આ વખતના એજન્ડામાં રાજ્યોમાં બેઠકોની ફાળવણી સૌથી મહત્વના મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે.

5. બે દિવસીય બેઠક બાદ I.N.D.I.A દ્વારા એક નવો લોગો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

6. બેઠકમાં અન્ય કેટલીક પાર્ટીઓને સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી જૂથના વિસ્તારનો સંકેત આપ્યો હતો. 

7. કોંગ્રેસી નેતા પી. એલ. પુનિયાના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વિજય બાદ ચૂંટાયેલા સાંસદો જ તેમના વડાપ્રધાનની પસંદગી કરશે. 

8. મુંબઈ કોંગ્રેસ રાહુલ ગાંધીને સન્માનિત કરશે કારણ કે, તેઓ સાંસદ તરીકે પાછા ફર્યા છે. 

9. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેના કહેવા પ્રમાણે “MVAમાં બેઠકો માટે કોઈ પ્રતિસ્પર્ધા નથી. એટલે સુધી કે ઉદ્ધવ ઠાકરેએ પણ સ્પષ્ટ કર્યું છે કે બેઠકોની વહેંચણી યોગ્યતાના આધાર પર કરવામાં આવશે.” 

10. ભાજપના નેતા દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, વિપક્ષી જૂથમાં વડાપ્રધાન પદના અનેક ઉમેદવારો છે. શહજાદ જયહિંદે તાજેતરમાં જ કહ્યું હતું કે, કોંગ્રેસે મુંબઈની બેઠક પહેલા રાહુલ ગાંધીના ચહેરાને ગઠબંધનના ચહેરા તરીકે પ્રોજેક્ટ કર્યો. બઘેલ અને ગેહલોત પણ આવું નિવેદન આપી ચુક્યા છે. તેવામાં ભાજપનો સવાલ છે કે, કેજરીવાલ, શરદ પવાર, મમતા, નીતિશ, અખિલેશ વગેરેનું શું થશે? વિપક્ષી ગઠબંધને આ અંગે પણ જવાબ આપવો પડશે.