10 વર્ષની નાની ઉંમરે અયાને SSC પાસ કરી વિક્રમ સર્જ્યો

ઉત્તરપ્રદેશનાં નોઇડાનાં  વિદ્યાર્થી અયાને 10 વર્ષની નાંની ઉંમરે ધોરણ 10 ની પરીક્ષામાં 76. 67 ટકા મેળવીને ઇતિહાસ રચ્યો છે.  અયાન  ગોયલ નામના આ છોકરાએ ઉત્તર પ્રદેશ માધ્યમિક બોર્ડની પરીક્ષા આપી હતી.  જેમાં, તેને ગણિતમાં 82, વિજ્ઞાનમાં 83, હિન્દીમાં 73, અંગ્રેજીમાં 74 કોમ્યુટર્મયા 70 અને સમાજ વિજ્ઞાનમાં 78 માર્ક મેળવ્યા છે. માધ્યમિક બોર્ડની પરીક્ષાના નિયમ પ્રમાણે […]

Share:

ઉત્તરપ્રદેશનાં નોઇડાનાં  વિદ્યાર્થી અયાને 10 વર્ષની નાંની ઉંમરે ધોરણ 10 ની પરીક્ષામાં 76. 67 ટકા મેળવીને ઇતિહાસ રચ્યો છે. 

અયાન  ગોયલ નામના આ છોકરાએ ઉત્તર પ્રદેશ માધ્યમિક બોર્ડની પરીક્ષા આપી હતી.  જેમાં, તેને ગણિતમાં 82, વિજ્ઞાનમાં 83, હિન્દીમાં 73, અંગ્રેજીમાં 74 કોમ્યુટર્મયા 70 અને સમાજ વિજ્ઞાનમાં 78 માર્ક મેળવ્યા છે. માધ્યમિક બોર્ડની પરીક્ષાના નિયમ પ્રમાણે 14 વર્ષની ઉંમર આ પરીક્ષા આપવા માટે હોવી જરૂરી છે પણ સ્કૂલના પ્રિન્સિપાલે આયાંને પરીક્ષા આપવા માટેની એક ખાસ રજૂઆત બોર્ડ સમક્ષ કરી હતી જેણે બોર્ડે માન્ય રાખી હતી. 

કોવિડ દરમ્યાન અયાન તેના પોતાની પાઠ્યપુસ્તકોથી  કંટાળી ગયો હતો અને ઉચ્ચ અભ્યાસના પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેની મદદ માટે ટ્યુશનની પણ વ્યવસ્થા કરાઇ હતી. તેને એવી સ્કૂલમાં પણ પ્રવેશ મેળવ્યો કે જ્યાંથી તે વિશેષ પરવાનગીથી બોર્ડની પરીક્ષા આપી શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અયાન ગોયલ ગ્રેટર નોઈડાના દાદરી વિસ્તારમાં રહે છે.  અયાનનાં પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વળી, તેની માતાએ પણ તેને અભ્યાસમાં મદદ કરી હતી. અયાન એન્જિનિયર બનવા માંગે છે અને હવે તે JEE અને અન્ય એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ માટે અભ્યાસ કરશે. પહેલેથી શૈક્ષણિક અભ્યાસમાં તેજસ્વી બાળક તેવા અયાનની કોલેજના પ્રિન્સિપાલ ચંદ્ર પ્રકાશ અગ્રવાલે જણાવ્યું કે, તેણે નવમા ધોરણમાં પ્રવેશ લીધો હતો અને સ્કૂલની દરેક પરીક્ષામાં સારો દેખાવ કર્યો હતો. તે એક અસાધારણ  બાળક છે. અયાનનાં પિતાએ જણાવ્યું કે અમને ખાતરી હતી કે અયાન પરીક્ષામાં સારો દેખાવ કરશે અને 75 થી 80 ટકાની વચ્ચે તે લાવશે. અમને માત્ર હિન્દી વિષયમાં શંકા હતી કેમકે અયાનનું હિન્દી એટલું સારું નથી.  પરંતુ સદભાગ્યે તેના હિન્દીમાં સારા માર્કસ આવ્યા છે. તેઓ ઘણા ખુશ છે કે અયાન તેની ધારણા પ્રમાણે પરીક્ષામાં સારો દેખાવ કરી શક્યો. અયાને  તેનું ભણતર ઝડપથી આગળ વધારવા માટે બુલંદ શહેરમાં જહાંગીરાબાદમાં આવેલી શિવકુમાર જનતા ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 

ઉત્તર પ્રદેશ માધ્યમિક બોર્ડના ધોરણ 10 અને 12 નું પરિણામ  25મી એપ્રિલ, 2023ના રોજ જાહેર થયું હતું. પરીક્ષા માટે નોંધણી કરાવનારા 27 લાખ ઉમેદવારોમાંથી માત્ર 19 લાખ ઉમેદવારો તેમના UP બોર્ડના ઇન્ટર રિઝલ્ટમાં પાસ થયા છે. એકંદરે પાસની ટકાવારી 75.52 ટકા નોંધાઈ હતી.

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 અને 12 ધોરણની પરીક્ષા 16 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમ્યાન લેવામાં આવી હતી અને બોર્ડ  દ્વારા 67 દિવસમાં ધોરણ 10 અને 12મા ધોરણના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.