મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોના મોત

નવી મુંબઈના ખારઘરમાં અપ્પાસાહેબ ધર્માધિકારી મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાગ લેવા આવેલા 11 જેટલા લોકોએ હીટ સ્ટ્રોક અને નાસભાગના કારણે જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમજ 50 લોકોની હાલત ગંભીર છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.આ સમારંભ નવી મુંબઈ ખાતે યોજાયો હતો, […]

Share:

નવી મુંબઈના ખારઘરમાં અપ્પાસાહેબ ધર્માધિકારી મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાગ લેવા આવેલા 11 જેટલા લોકોએ હીટ સ્ટ્રોક અને નાસભાગના કારણે જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમજ 50 લોકોની હાલત ગંભીર છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.આ સમારંભ નવી મુંબઈ ખાતે યોજાયો હતો, જ્યાં દિવસનું તાપમાન મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. નવી મુંબઈના વિશાળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સામાજિક કાર્યકર્તાના અનુયાયીઓ આવ્યા હતા. એવોર્ડ સમારોહ સવારે 11.30 વાગ્યે શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. સમારંભમાં ગ્રાઉન્ડ લોકોથી ભરચક હતું અને તેઓ ઇવેન્ટને જોઈ શકે તે માટે ઑડિયો અને વિડીયો સુવિધાઓથી સજ્જ હતું. પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા હતી પરંતુ  તેના પર કોઈ શેડ ન હતો જેથી તમામ લોકો સખત તાપમાં બેસવું પડ્યું હતું. 

ડૉક્ટરો પાસેથી મળેલી માહિતી મુજબ 7-8 લોકોના મોત થયા હતા, જ્યારે 24ની સારવાર ચાલી રહી છે. આ સનસ્ટ્રોકનો કેસ છે. લગભગ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 24 હજુ પણ ત્યાં છે જ્યારે બાકીના લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.લોકોના મોતનું કારણ ગરમી હોવાનું કહેવાય છે. પરંતુ સ્થળ પર ગેરવહીવટ અને અવ્યવસ્થાને સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે લાખો લોકો ઘણા કલાકો સુધી તપતા સૂર્યની નીચે ઉભા રહ્યા હતા. ઘણા લોકોએ ડિહાઇડ્રેશન અને બેહોશીની ફરિયાદ પણ કરી હતી.

શિંદેના જણાવ્યા અનુસાર, મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. “સનસ્ટ્રોકના કારણે સારવાર હેઠળ રહેલા લોકોની તબીબી સારવાર મફત કરવામાં આવશે. રાજ્ય તેમની સારવાર માટે તેના ખજાનામાંથી ચૂકવણી કરશે. મુખ્યમંત્રીએ દર્દીઓને વધારાની સારવારની જરૂર હોય તો તેમને વિશેષ હોસ્પિટલમાં ખસેડવા અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો,” તેમણે કહ્યું.

અમિત શાહે ધર્માધિકારીને એવોર્ડ એનાયત કર્યો હતો અને તેમને શાલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અને 25 લાખ રૂપિયાનો ચેક ઉપરાંત 10 ફૂટનો ગુલાબનો હાર અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલ સહિત ધારાસભ્યો અને મંત્રીઓ હાજર હતા