Child labourers rescued: અમદાવાદમાં ઈસ્કોન થાળ ખાતે બાળ મજૂરી કરતાં 11 બાળકોને બચાવાયા

Child labourers rescued: અમદાવાદ શહેર પોલીસ અને બાળ અધિકાર સંગઠનના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે એસજી હાઈવે નજીક ઈસ્કોન થાળ (ISKCON Thal) રેસ્ટોરન્ટમાંથી 11 બાળ મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળ મજૂરી વિરુદ્ધ કાર્યવાહીમાં, બચપન બચાવો આંદોલનની સંયુક્ત ટીમે, પોલીસ સાથે સહયોગ કરીને, ઈસ્કોન થાળ ખાતે (ISKCON Thal) આ ઓપરેશન હાથ ધર્યું […]

Share:

Child labourers rescued: અમદાવાદ શહેર પોલીસ અને બાળ અધિકાર સંગઠનના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે એસજી હાઈવે નજીક ઈસ્કોન થાળ (ISKCON Thal) રેસ્ટોરન્ટમાંથી 11 બાળ મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળ મજૂરી વિરુદ્ધ કાર્યવાહીમાં, બચપન બચાવો આંદોલનની સંયુક્ત ટીમે, પોલીસ સાથે સહયોગ કરીને, ઈસ્કોન થાળ ખાતે (ISKCON Thal) આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈસ્કોન થાળ ખાતે બાળમજૂરી કરતા 11 બાળકોને બચાવીને મુક્ત (Child labourers rescued) કરાવ્યા હતા.  સેટેલાઈટ પોલીસ દ્વારા ઈસ્કોન થાળના મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને માલિક સામે ઔપયારિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

વધુ વાંચો: જાણો કઈ તારીખથી અમદાવાદ-જામનગર રૂટ પર બદલાશે ટ્રેનનો સમય

બચાવી લેવામાં આવેલા સગીરોમાં યાર 17 વર્ષના, છ 16 વર્ષના અને એક 13 વર્ષનો બાળક હતો. આ બાળકોનું શોષણ કરવામાં આવ્યું હતું. તેઓને 8,500 રૂપિયાના નજીવા માસિક પગારના બદલામાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

વેજલપુરમાં રહેતા દામીનીબેન બચપન બચાવો આંદોલન સંસ્થામાં ફરજ બજાવે છે. તેઓ તેમની ટીમ સાથે એસજી હાઈવે પર બાળમજુરી કરાવી રહેલ હોટલના સંચાલકો સામે કાર્યવાહી કરવા માટે સક્રિય હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે એસજી હાઈવે ઈસ્કોન સર્કલ પાસે આવેલા ઈસ્કોન થાળ (ISKCON Thal)ના સંચાલક બાળકોને મજુરી કરાવી રહ્યા છે. 

જે આધારે પોલીસને સાથે રાખીને બચપન બચાવોની ટીમે ઈસ્કોન થાળમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 18 વર્ષથી નાના 11 બાળકો બાળ મજુરી કરતા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને બચાવી (Child labourers rescued) લેવામાં આવ્યા હતા   

વધુ વાંચો:ગુજરાતીઓને ઠગ કહેવા મામલે તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રો કોર્ટનું સમન્સ મળ્યું જ નહીં,

અગાઉ જૂન મહિનામાં બચપન બચાવો આંદોલન દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અમદાવાદ સાથે સંકલન કરી તેમજ IHRC, સી.આઈ.ડી, સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન તથા અન્ય સ્વયંસેવકોને સાથે રાખી દરોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહજાનંદ માર્કેટનાં પહેલા માળથી ચોથા માળ સુધી બાળકો વિવિધ પ્રકારના દાગીના બનાવવા હતા. 

પશ્ચિમ બંગાળનાં બાળ મજૂરી કરતા 67 બાળકોને મુક્ત (Child labourers rescued) કરાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી નાનું બાળક 11 વર્ષનું હતું. આ બાળકોને અઠવાડિયે માત્ર 150 રૂપિયા આપવામાં આવતા હતા. 

બચપન બચાવો આંદોલન એ ભારત સ્થિત બાળકોના અધિકારો માટેની સંસ્થા છે. તેની શરૂઆત 1980માં નોબેલ વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થીએ કરી હતી. તે બંધુઆ મજૂરી, બાળ મજૂરી અને માનવ તસ્કરી સામે ઝુંબેશ ચલાવે છે અને તમામ બાળકો માટે શિક્ષણના અધિકારને પ્રોત્સાહન આપે છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ 100,000 બાળકોને ગુલામીમાંથી મુક્ત કર્યા છે, જેમાં બાળ મજૂરોનો સમાવેશ થાય છે અને તેમના પુનઃ એકીકરણ, પુનર્વસન અને શિક્ષણમાં મદદ કરી છે.