રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં 11ના મોત, 15 ઘાયલ

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આજે 13 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રેલર ગુજરાતની એક ખાનગી બસ સાથે અથડાયું, જેના કારણે 11 લોકોના મોત થયા અને ઓછામાં ઓછા 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી ત્યારે આ ભયાનક ભરતપુરમાં માર્ગ અકસ્માત […]

Share:

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આજે 13 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રેલર ગુજરાતની એક ખાનગી બસ સાથે અથડાયું, જેના કારણે 11 લોકોના મોત થયા અને ઓછામાં ઓછા 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી ત્યારે આ ભયાનક ભરતપુરમાં માર્ગ અકસ્માત થયો હતો. આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ આ દુ:ખદ ઘટના બની હતી.

ભરતપુર માર્ગ અકસ્માતમાં તથ્ય પટેલ અકસ્માત જેવી સ્થિતિ સર્જાઈ

ભરતપુરમાં માર્ગ અકસ્માતની માહિતી મળતાં લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 11 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસ પાસે ઉભેલા કેટલાક મુસાફરોને ટ્રેલરે કચડી નાખ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, NH 21 પર સ્થિત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ માર્ગ અકસ્માત થયો હતો. ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અને ઘાયલો ભાવનગરના રહેવાસી છે.

ભરતપુરમાં માર્ગ અકસ્માતની પુષ્ટિ કરતા ભરતપુરના SP મૃદુલ કાછવાએ જણાવ્યું કે આ માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માત જયપુર-આગ્રા હાઈવે પર હંતારા પાસે થયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ગુજરાતના ભાવનગરથી યુપીના મથુરા જઈ રહ્યા હતા. ઘાયલોની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય નેતાઓએ પણ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતાં  X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “ભરતપુરમાં બસ અને ટ્રેલર વચ્ચે અથડામણમાં ગુજરાતમાંથી યાત્રા પર ગયેલા 11 શ્રદ્ધાળુઓનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમામ મૃતકોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે. તમામ ઘાયલો ઝડપથી સજા થાય તેવી પ્રાર્થના.” 

રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓના સ્વજનોની પડખે છે.

ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કરતા અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, PM મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની મદદ કરવાની જાહેરાત કરી છે.