ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ રજીસ્ટ્રેશનની સંખ્યામાં 160%નો વધારો

ગુજરાતમાં પાછળ બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498થી વધીને 83 ટકાનો વધારા […]

Share:

ગુજરાતમાં પાછળ બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498થી વધીને 83 ટકાનો વધારા સાથે 2022માં 26,542 થઈ છે. તેવું રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે આ માહિતી આપી હતી.

રાષ્ટ્રીય સ્તરે, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે.2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ થઈ ત્યારથી, DPIITએ 28મી ફેબ્રુઆરી 2023 સુધીમાં 92,683 એકમોને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં (2020, 2021 અને 2022) અને વર્તમાન વર્ષમાં (28મી ફેબ્રુઆરી 2023ના રોજ), કુલ 67,222 કંપનીઓને DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે, મંત્રીના નિવેદન અનુસાર. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સેક્ટર મુજબ, IT સર્વિસીમાં સૌથી વધુ 7,587 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે, ત્યારબાદના ક્રમે 6,459 સાથે હેલ્થકેર અને લાઇફસાયન્સ અને 4,164 સ્ટાર્ટઅપ્સ નોંધણી સાથે શિક્ષણ આવે છે.

બિઝનેસ ચેઈનને વિવિધ તબક્કામાં સર્પોટ કરી ચોક્કસ સ્તર સુધી પહોંચાડવામાં મદદ થાય છે. પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અને ચાલુ વર્ષમાં દેશમાં નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા, તે જ સમયગાળા દરમિયાન યુનિકોર્ન બનેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા અને દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશેના પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતુ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ, સરકાર દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરે છે. ફ્લેગશિપ સ્કીમ્સ જેમ કે, ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સને તેમની બિઝનેસ સાયકલના વિવિધ તબક્કામાં સપોર્ટ કરીને એક એવા સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. જ્યાં તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ અથવા વેન્ચર કેપિટાલિસ્ટ્સ પાસેથી ભંડોળ ઊભું કરી શકે અથવા કમર્શિયલ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સક્ષમ બને.