થાણેમાં એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 17નાં મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં મંગળવારે ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમૃદ્ધિ એક્સપ્રેસ વેના ત્રીજા તબક્કાના નિર્માણ દરમિયાન સરલામ્બે ગામમાં આ ઘટના બની હતી. કામદારો ગર્ડર લોન્ચિંગ મશીન ચલાવતા હતા જે એક વિશિષ્ટ ક્રેન છે જે સ્ટીલના મોટા બીમ અથવા ગર્ડરને ખસેડી શકે છે જેનો ઉપયોગ હાઇવે, રેલવેના પુલના નિર્માણમાં […]

Share:

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં મંગળવારે ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમૃદ્ધિ એક્સપ્રેસ વેના ત્રીજા તબક્કાના નિર્માણ દરમિયાન સરલામ્બે ગામમાં આ ઘટના બની હતી.

કામદારો ગર્ડર લોન્ચિંગ મશીન ચલાવતા હતા જે એક વિશિષ્ટ ક્રેન છે જે સ્ટીલના મોટા બીમ અથવા ગર્ડરને ખસેડી શકે છે જેનો ઉપયોગ હાઇવે, રેલવેના પુલના નિર્માણમાં થાય છે અને મોટી ઈમારતો માટે પાયો બનાવે છે. 

NDRFના જણાવ્યા અનુસાર, “અત્યાર સુધી 17 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.” 

મૃતકોમાં પાંચ સાઈટ એન્જિનિયર અને 11 કામદારોનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શાહપુર સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોને નજીકની શાહપુર ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓને ઈજાઓ થતા સારવાર આપવામાં આવી રહી છે. 

સ્થાનિક પોલીસ અને હાઈવે પ્રશાસનના કર્મચારીઓએ ક્રેનની મદદથી ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ધરાશાયી થયેલી ઈમારતમાં અન્ય છ લોકો ફસાયા હોવાની આશંકા છે.

સ્થાનિક એજન્સીઓ સાથે પોલીસ, NDRF અને ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો અને મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની રકમ આપવાની  જાહેરાત કરી.

નાયબ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે નિષ્ણાતો દ્વારા ઘટનાની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે દુ:ખ રજૂ કર્યું

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “શ્રમિકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ અને હ્રદયસ્પર્શી છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ. આ અકસ્માતમાં ત્રણ કામદારો ઘાયલ થયા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હું તેમના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.” 

701-કિલોમીટર લાંબો સમૃદ્ધિ મહામાર્ગ, જેને મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક મુખ્ય હાઈવે છે જે બે શહેરોને જોડે છે. 

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) એક્સપ્રેસ વેનું બાંધકામ હાથ ધરી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો, નાગપુરથી શિરડીને જોડે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરતાં કહ્યું, “મહારાષ્ટ્રના શાહપુરમાં થયેલા દુ:ખદ અકસ્માતથી દુઃખી છું. જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. અમારી પ્રાર્થનાઓ ઘાયલ થયેલા લોકો સાથે છે. NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. અસરગ્રસ્તોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.”

PM નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી તેમજ ઘાયલોને રૂ. 50000 આપવામાં આવશે.