બેંગલુરુમાં અકસ્માતનું નાટક કરી દંપતીએ 2.5 ટન ટામેટાંની ટ્રક ચોરી કરી

બેંગલુરુમાં 2.5 ટન ટામેટા લઈ જતી ટ્રકને હાઈજેક કરવા બદલ તમિલનાડુના વેલ્લોરના એક દંપતીની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતીએ અન્ય ત્રણ સાથે મળીને ટ્રક ડ્રાઈવર પાસેથી પૈસા પડાવવા માટે અકસ્માતનો ભોગ બનવાનો ડોળ કર્યો હતો. 8 જુલાઈના રોજ, આ ટામેટાં ચોર ગેંગે ચિત્રદુર્ગ જિલ્લાના હિરીયુરના મલ્લેશ નામના ખેડૂતની ટ્રકને અટકાવી […]

Share:

બેંગલુરુમાં 2.5 ટન ટામેટા લઈ જતી ટ્રકને હાઈજેક કરવા બદલ તમિલનાડુના વેલ્લોરના એક દંપતીની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતીએ અન્ય ત્રણ સાથે મળીને ટ્રક ડ્રાઈવર પાસેથી પૈસા પડાવવા માટે અકસ્માતનો ભોગ બનવાનો ડોળ કર્યો હતો.

8 જુલાઈના રોજ, આ ટામેટાં ચોર ગેંગે ચિત્રદુર્ગ જિલ્લાના હિરીયુરના મલ્લેશ નામના ખેડૂતની ટ્રકને અટકાવી હતી. દંપતી અને તેમના સાથીઓએ દાવો કર્યો હતો કે મલ્લેશની ટ્રક તેમની કાર સાથે અથડાઈ હતી અને કથિત નુકસાન માટે વળતરની માંગણી કરી હતી. જ્યારે ખેડૂતે તેમની માંગણીઓનું પાલન કરવાનો ઈનકાર કર્યો, તો ગેંગે હિંસાનો આશરો લીધો. તેઓએ મલ્લેશ પર હુમલો કર્યો અને 2.5 લાખથી વધુની કિંમતના ટામેટાં ભરેલા વાહનને હાઈજેક કરી લીધું અને તે વાહન લઇ જતા પહેલા ખેડૂતને ટ્રકમાંથી બહાર ધકેલી દીધો હતો. તે બદલ દંપતી સામે IPC ની કલમ 364A અને 392 હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

ખેડૂત દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, સીસીટીવી ફૂટેજમાં દંપતીની ઓળખ થઈ હતી, જેના પગલે તેમની ધરપકડ કરવા પોલીસ ટીમ મોકલવામાં આવી હતી. તમિલનાડુના એક દંપતીની બેંગલુરુમાં 2.5 ટન ટામેટા ભરેલી ટ્રકને હાઈજેક કરીને પૈસા પડાવવા માટે અકસ્માતનો બનાવ બનાવ્યા પછી ધરપકડ કરવામાં આવી છે.

ખેડૂત દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, RMC યાર્ડ પોલીસે વાહનની હિલચાલ પર નજર રાખી અને ગેંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓએ જણાવ્યું કે, 28 વર્ષનો ભાસ્કર, અને 26 વર્ષની તેની પત્ની સિંધુજાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ સંદિગ્ધ આરોપી રોકી, કુમાર અને મહેશ હજુ પણ ફરાર છે અને પોલીસે તેમને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

અહી નોંધનીય છે કે, તાજેતરમાં દેશભરના બજારોમાં ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ. 100 સુધી વધી ગયા છે. ખેડૂત મલ્લેશ, હિરીયુરથી કોલાર સુધી ટામેટાં લઈ જઈ રહ્યો હતો ત્યારે તેને કારમાં મુસાફરી કરી રહેલી ગેંગે  અટકાવ્યો હતો. આ ગેંગ વાહન લઈને ભાગી ગઈ હતી અને તેને ચેન્નાઈ લઈ ગઈ હતી જ્યાં તેઓ ટામેટાં વેચતા હતા. બાદમાં તેઓએ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના બીજા વાહનમાં ભાગતા પહેલા બેંગલુરુમાં પીન્યા નજીક વાહન છોડી દીધું હતું.

પોલીસ ટીમે તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વાનિયમબાડી શહેર નજીકથી આરોપીની ધરપકડ કરી હતી. દેશમાં ટામેટાંના વધતા ભાવને કારણે સરકારે ગ્રાહકો પરના બોજને ઘટાડવા અને રાહત આપવા માટે ઘણી પહેલ કરી છે. જો કે, પ્રયાસો કરવા છતાં, ટામેટાંના વધતા ભાવ ઘણા લોકો માટે ચિંતાનું કારણ બન્યા છે.