હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વેરેલો વિનાશ, 22 નાં મોત 

સમગ્ર ઉત્તરભારતમાં રવિવારે ભારે પવન અને અતિશય વરસાદે તબાહી મચાવી હતી અને તેને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ – કાશ્મીરમાં  અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તેને કારણે 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના મેદાની પ્રદેશોમાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. આમ, ભારે વરસાદને કારણે કુલ  […]

Share:

સમગ્ર ઉત્તરભારતમાં રવિવારે ભારે પવન અને અતિશય વરસાદે તબાહી મચાવી હતી અને તેને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ – કાશ્મીરમાં  અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તેને કારણે 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના મેદાની પ્રદેશોમાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. આમ, ભારે વરસાદને કારણે કુલ  22 લોકોના મોત થયા હતા. 

કમકમાટી આવી જાય તેવા હૃદયદ્રાવક અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં, મનાલીમાં દુકાનો આખે આખી પાણીમાં તણાઇ ગઈ હતી જ્યારે કુલુમાં જ્યાં વરસાદે ઘણી તારાજી વેરી છે ત્યાં બિયાસ નદીના કિનારે પાર્ક કરેલા વાહનોને પૂરના પાણી તાણી ગયા હતા. અહીં સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 

હિમાચલ પ્રદેશમાં ચાર અલગ ભૂસ્ખલનની ઘટનામાં સાત લોકોના જીવ ગયા હતા. શિમલામાં કોટગઢ વિસ્તારમાં એક મકાન ધરાશયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નોંધાયા છે. જયારે કુલુ અને ચંબામાં પણ એક – એક મોત થયા હતા. શિમલા જિલ્લામાં માટી ધસી પડતાં એક મહિલા અને બાળકે પણ જીવ ગુમાવ્યો હતો. 

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા 14 મોટી ભૂસ્ખલનની અને 13 અચાનક આવેલા પૂરની ઘટના નોંધવામાં આવી છે જેણે કારણે કુલ 700 રસ્તાઓ પર અવર જવર બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક બસ ફસાઈ ગઈ હતી અને તેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. બે જવાન કે જેઓ ડોગરા નાળાને પાર કરતા સમયે અચાનક આવેલા પૂરમાં વહી ગયા હતા અને તેમના શરીરને પુંછ જિલ્લામાંથી મેળવાયા છે. જમ્મુ અને શ્રીનગરમાં બરફવર્ષા થઈ હતી. અને શ્રીનગરને ભારે વરસાદમાંથી થોડી રાહત મળતા અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુઓ દ્વારા બે દિવસથી રોકાઈ ગયેલી યાત્રા તેના બેઝ કેમ્પ શેષનાગ અને પંજતરનીથી પુન; શરૂ થઈ શકી હતી. હવામાન ખરાબ હોવાના કારણે પહેલી જુલાઇએ શરૂ થયેલી યાત્રામાં લગભગ 650 જેટલા યાત્રાળુઓ જમ્મુ કાશ્મીર હાઇવે પર ફસાઈ ગયા હતા. 

ઉત્તરાખંડમાં પણ અનેક ગુફાઓ ભૂસ્ખલનની ઘટનાને કારણે માર્ગ દુર્ગમ બની ગયા છે. જ્યાં છ લોકોના મૃત્યુ નોંધાયા છે અને ઘણી તારાજીનો પણ સામનો કરવો પડ્યો છે.  

કાશીપુરમાં એક દંપતી ઘર પડી જવાને કારણે દટાઈ જવાથી મૃત્યુ પામ્યું હતુ. ઉત્તરાખંડમાં એક કોન્સ્ટેબલ ચમન સિંહ પણ એક પત્થર પાડવાં કારણે ઘવાઈ જવાથી મૃત્યુ પામ્યો છે. આમ, સમગ્ર ઉત્તરભારતમાં કુદરતનો કહેર વર્તાઇ રહ્યો છે અને અનેક લોકો રસ્તા બંધ થવાને કારણે ફસાઈ જવાની પણ ઘટના સામે આવી રહી છે.