ફોટો મોર્ફ કરી બ્લેકમેલ કરવાના કિસ્સાઓ વધ્યા

અમદાવાદ: જ્યારે ગાયત્રીએ (નામ બદલ્યું છે) ઓનલાઈન પોસ્ટ પર પોર્ન અભિનેત્રીના શરીર પર તેના ચહેરાનો ફોટો મોર્ફ કરેલો જોયો, ત્યારે તેનું મન હચમચી ગયું. જો સમાચાર સાર્વજનિક થઈ જાત તો સામાજિક બદનામીના ડરથી તેણે મૌન રહેવાનું નક્કી કર્યું.  જો કે, એક અઠવાડિયા બાદ ફરી બીજી મોર્ફ કરેલી તસવીર સામે આવી. એ બાદ અંતે ગાયત્રીએ રાજ્યના […]

Share:

અમદાવાદ: જ્યારે ગાયત્રીએ (નામ બદલ્યું છે) ઓનલાઈન પોસ્ટ પર પોર્ન અભિનેત્રીના શરીર પર તેના ચહેરાનો ફોટો મોર્ફ કરેલો જોયો, ત્યારે તેનું મન હચમચી ગયું. જો સમાચાર સાર્વજનિક થઈ જાત તો સામાજિક બદનામીના ડરથી તેણે મૌન રહેવાનું નક્કી કર્યું.  જો કે, એક અઠવાડિયા બાદ ફરી બીજી મોર્ફ કરેલી તસવીર સામે આવી. એ બાદ અંતે ગાયત્રીએ રાજ્યના સાયબર સેલનો સંપર્ક કર્યો, તેણે સેલમાં રજૂઆત કરી કે સોશિયલ મીડિયા પર તેના નામનો અને નકલી કંપનીનો એકાઉન્ટને દૂર કરવામાં આવે. નોંધનીય છે કે, એ કંપની અને એકાઉન્ટ પરથી જ તેના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા વર્ષોમાં, સાયબર સેલ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 25,348 પોસ્ટ્સ હટાવવામાં આવી છે, જેમાં જાતીય અભદ્ર સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં સંમતિ વિના શેર કરવામાં આવેલા ખાનગી ફોટાઓ તેમજ નગ્ન ફોટા અને વીડિયો શેર કરવા માટેના એકાઉન્ટમો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની પોસ્ટ સેક્સટોર્શન સાથે સંબંધિત હતી, જ્યાં ગુનેગારો પોર્ન જોતા પીડિતોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરે છે.

ગુજરાત CID ક્રાઈમ વિભાગની સાયબર વિંગના ઈન્સ્પેક્ટર મનીષ ભંખરિયા કહે કે, “માર્ચ 2022થી લઈને આજ સુધીમાં અમારી ટીમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 20,000 થી વધુ નકલી પ્રોફાઇલ્સ દૂર કરવાની કામગીરી કરી છે, ગુનેગારોએ સૌ પ્રથમ પીડિતો સાથે મિત્રતા કરે છે. તેની સાથે વીડિયો કૉલ પર ચેટ કરવા માટે લાલચ આપે છે. જ્યારે વ્યક્તિ એ કૉલમાં જોડાય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે બીજા છેડેની વ્યક્તિ એકદમ નગ્ન છે અને તે એકદમ અશ્લીલ હરકતો કરી રહી છે. જો વ્યક્તિ તરત જ કોલ કટ કરે છે તો પણ સાયબર ક્રૂક્સ માટે પીડિત પોર્ન જોતા દર્શાવતા સ્ક્રીનશોટ એટલા સમયમાં મેળવી શકાય છે. ત્યારબાદ પીડિતોને બ્લેકમેલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લેકમેલ ઉપરાંત એક ગંભીર કારણ રિવેન્જ પોર્ન છે. જ્યાં પ્રેમીઓ બ્રેકઅપ પછી તેમના પ્રેમિકાઓના ઘનિષ્ઠ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે છે. એવા કિસ્સાઓ પણ બન્યા છે જેમાં તેઓ તેમના પાર્ટનરના ચહેરા અથવા પોર્નસ્ટારના શરીર પર મોર્ફ કરે છે.

કેટલીક વાર, પીડિતોની તસવીરો એસ્કોર્ટ સેવાઓનો પ્રચાર કરતા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર પોસ્ટ કરવામાં આવે છે. સાયબર સેલ વિભાગ દ્વારા આ ઉપરાંત ખાસ સમુદાયો પર સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ અને અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી 3,753 પોસ્ટ્સ પણ દૂર કરવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર મનીષ ભંખરિયા કહે છે, “દરરોજ, અમે આવી ઓછામાં ઓછી 15 પોસ્ટ દૂર કરીએ છીએ.” આથી લોકો કંઈ પણ લખતા કે શેર કરતા પહેલા વિચારે.