મોંઘી ગિફ્ટ મેળવવાની લાલચે MBA મહિલાએ ઓનલાઈન છેતરપિંડીમાં ₹37 લાખ ગુમાવ્યા

ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. તો સામે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. માત્ર એક ક્લિક કરાવી સાયબર ગુનેગારો લાખો રૂપિયા પડાવી રહ્યા છે. પાર્ટ-ટાઇમ જોબ ઑફર્સ, કુરિયર કંપની દ્વારા છેતરપિંડી, PhonePe કૅશબૅક ઑફર્સ અને અન્ય ઘણા બધા કેસમાં વિવિધ રીતે લોકો લાખો ગુમાવી રહ્યા છે. આ તમામ પ્રકારે […]

Share:

ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. તો સામે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. માત્ર એક ક્લિક કરાવી સાયબર ગુનેગારો લાખો રૂપિયા પડાવી રહ્યા છે. પાર્ટ-ટાઇમ જોબ ઑફર્સ, કુરિયર કંપની દ્વારા છેતરપિંડી, PhonePe કૅશબૅક ઑફર્સ અને અન્ય ઘણા બધા કેસમાં વિવિધ રીતે લોકો લાખો ગુમાવી રહ્યા છે. આ તમામ પ્રકારે થતી છેતરપિંડીમાં ઓનલાઈન પેમેન્ટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. MBA ભણેલા શિક્ષિત યુવક યુવતીઓ પણ આ પ્રકારે થતી છેતરપિંડીનો ભોગ બની શકતા હોય તો સામાન્ય લોકો કેટલી સહેલાઈથી તેનો ભોગ બની શકે છે.

તાજેતરમાં જ પુનામાં રહેતી એક એમબીએ મહિલા સાથે છેતરપિંડી થઈ હતી. 32 વર્ષીય આ મહિલાએ તેના રૂ. 37 લાખ ગુમાવ્યા હતા.  આ કિસ્સામાં આ મહિલાને  મોંઘી ભેટ આપી રહ્યા હોવાનું કહી છેતરવામાં આવી હતી. 

પુનાની 32 વર્ષીય મહિલાને એક જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઇટ પર મળેલી વ્યક્તિએ રૂ. 37.88 લાખની છેતરપિંડી કરી હતી. આ મહિલાએ તરત જ તાલેગાંવ દાભાડે પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવી, જેમાં આ કૌભાંડની વિગતો બહાર આવી છે. 

એફઆઈઆર મુજબ, યુકે સ્થિત એક પ્રખ્યાત કંપનીના કર્મચારી તરીકે ઢોંગ રચાવીને  આરોપીએ લગ્નની સાઇટ પર પ્રભાવશાળી પ્રોફાઇલ બનાવી હતી. ટૂંક સમયમાં મુંબઈમાં સ્થાયી થવાની યોજનાનો તેણે ખોટો દાવો કરીને, મહિલાનો તેનામાં રસ જગાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેની મીઠી મીઠી વાતોથી યુવતીને ભાવિ લગ્નની સંભાવનાઓ પર વિશ્વાસ થવા લાગ્યો હતો.

મહિલા છેતરપિંડી કરનાર સાથે લગ્ન કરવા સંમત થયા પછી, આ વ્યક્તિ મહિલાને કુરિયરમાં મોંઘી ભેટ આપવાનો હતો. તેના થોડા સમય પછી, મહિલાને દિલ્હીમાં એક વ્યક્તિનો ફોન આવ્યો, જેમાં કહ્યું કે ભેટ એરપોર્ટ પર આવી ગઈ હતી પરંતુ કસ્ટમ ચાર્જીસ માટે રૂ. 38,000 ચૂકવવાની જરૂર છે.

મહિલાએ છેતરપિંડી કરનાર કૉલર દ્વારા પ્રદાન કરવામાં આવેલ બેંક ખાતામાં ઉલ્લેખિત રકમ ટ્રાન્સફર કરી. જો કે, આમ છતાં તેં ભેંટ મળવાને સ્થાને બીજો એક કોલ કથિત રીતે દિલ્હી એરપોર્ટ પરનાં એક અધિકારીનો આવ્યો હતો જેણે તે ભેટ રૂ. 3 કરોડની છે અને તેને વિવિધ વેરા હેઠળ વધારાની રકમ ચૂકવવા માટે જણાવ્યું નહીં તો કાનૂની પરિણામો સહન કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા જણાવાયું કે, ભોગ બનનાર મહિલા શિક્ષિત છે અને એમબીએની ડિગ્રી ધરાવે છે, તેણે બનાવટી નામોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ સાથે વ્હોટ્સએપ દ્વારા વાતચીત કરી હતી. પોલીસે ગુનેગારો, તેમજ છેતરપિંડી પ્રવૃત્તિમાં કાર્યરત અને  બેંક ખાતાઓનું સંચાલન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ,  માહિતી ટેકનોલોજી (IT) અધિનિયમની સંબંધિત કલમો 419 અને 420 હેઠળ હેઠળ કેસ નોંધ્યો છે.