ભારતીય નૌસેનામાં પ્રથમ વખત 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરવામાં આવી

ભારતીય નૌસેનાએ પદોન્નતિ માટે અધિકારીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરી છે. સંરક્ષણ મંત્રાલયે શનિવારના રોજ 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરવામાં આવી તેને એક પરિવર્તનકારી પહેલ ગણાવી હતી. 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય નૌસેનાના અધિકારીઓની નેતૃત્વ ક્ષમતા અને સમજણને નિખારીને તેમના પ્રોફેશનલ અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.  360 […]

Share:

ભારતીય નૌસેનાએ પદોન્નતિ માટે અધિકારીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરી છે. સંરક્ષણ મંત્રાલયે શનિવારના રોજ 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરવામાં આવી તેને એક પરિવર્તનકારી પહેલ ગણાવી હતી. 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય નૌસેનાના અધિકારીઓની નેતૃત્વ ક્ષમતા અને સમજણને નિખારીને તેમના પ્રોફેશનલ અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 

360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી જેવી મૂલ્યાંકન પ્રણાલીઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ખૂબ જ પ્રચલિત ગણાય છે. આ પહેલ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય, એકજૂથ અને ભવિષ્ય માટે એક અભેદ્ય બળ બની રહેવાની દિશામાં ચાલી રહેલા અન્ય પ્રયત્નોની નિતંરતરતા માટે છે. 

નૌસેનાના કહેવા પ્રમાણે પદોન્નતિ બોર્ડને નવી 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલીને એક ચુસ્ત અને અનુકૂળ માનવ સંસાધન પ્રબંધન માળખા પર ફોકસ કરવાની સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સફેદ પોશાકમાં મહિલાઓ અને પુરૂષો નૌસેના દળના ‘શિપ ફર્સ્ટ’ દૃષ્ટિકોણના કેન્દ્રમાં છે અને નજીકના ભવિષ્યમાં તેની સૌથી મોટી પરિસંપત્તિ બની રહેશે. 

ભારતીય નૌસેનાએ વિવિધ પદોન્નતિ બોર્ડ માટે 360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલીની એક નવી પરિવર્તનકારી પહેલને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમયે સમયે ગોપનીય રિપોર્ટો તૈયાર કરવાની વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીમાં ટોપ ડાઉન દૃષ્ટિકોણની અંતર્નિહિત સીમા છે કારણ કે, તે સબઓર્ડિનેટ્સ પર કોઈ નેતાના પ્રભાવને પૂરો નથી કરતી. 

નવી મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય પદોન્નતિ માટે વિચાર ચાલતો હોય તેવા નૌસેનાના પ્રત્યેક અધિકારી માટે ઉપયુક્ત રૂપે નક્કી કરવામાં આવેલા સાથીઓ અને સબઓર્ડિનેટ્સને મોટા પાયે સર્વેક્ષણોમાં સામેલ કરીને આ ઉણપ દૂર કરવાનો છે. નૌસેનાના કહેવા પ્રમાણે સર્વેક્ષણમાં અનેક પ્રકારના સવાલો આવરી લેવામાં આવ્યા છે જેમાં પ્રોફેશનલ જ્ઞાન, નેતૃત્વની વિશેષતા, યુદ્ધ કે સંકટ સમયે ઉપયુક્તતા અને ઉચ્ચ રેંક જાળવવાની ક્ષમતા જેવા પાસાઓનો સમાવેશ થાય છે. 

નૌસેનાએ જણાવ્યું હતું કે, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રી શિક્ષણ સંગઠનોમાં આ પ્રકારની મૂલ્યાંકન પ્રણાલી પ્રચલિત છે. નૌસેનાના નિવેદન પ્રમાણે “ભારતીય નૌસેના આ પ્રકારની સર્વશ્રેષ્ઠ પ્રથાઓને આત્મસાત કરવામાં ગર્વની લાગણી અનુભવે છે અને આ પહેલ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય, એકજૂથ અને ભવિષ્યની તાકાત બની રહેવાની દિશામાં અન્ય પ્રયત્યનોની નિરંતરતામાં છે.”

પદોન્નતિ માટે સહયોગીઓ દ્વારા સર્વેક્ષણ

360 ડિગ્રી મૂલ્યાંકન પ્રણાલી અંતર્ગત પદોન્નતિ માટે નૌસેનાના વિચારાધીન પ્રત્યેક અધિકારી અંગે તેના સહયોગીઓ અને સબઓર્ડિનેટ્સ પાસેથી વ્યાપક સર્વે કરાવવામાં આવશે. સર્વેક્ષણમાં વિવિધ પ્રકારના સવાલોને પણ આવરી લેવામાં આવશે. તેમાં પદોન્નતિ માટે વિચારાધીન અધિકારીના પ્રોફેશનલ જ્ઞાન, નેતૃત્વની વિશેષતા, યુદ્ધ કે સંકટ સમયે ઉપયુક્તતા અને ઉચ્ચ પદ ધારણ કરવાની ક્ષમતાને લઈ ઉચ્ચ પદસ્થ, સબઓર્ડિનેટ્સ અને સહકર્મીઓના વિચારોને ધ્યાનમાં રાખવામાં આવશે.