ગુજરાતની સરકારી શાળાઓમાં 5 વર્ષમાં 38,000 શિક્ષકો નિવૃત્ત થશે

રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં 38,550  સરકારી શાળાના શિક્ષકો નિવૃત્ત થશે. જો કોઈ સરપ્લસ શિક્ષકો હશે તો તેમને રાજ્યની શાળાઓમાં સામેલ કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યનું શિક્ષણ સુધારવા સરકાર જ્ઞાનસેતુ અને રક્ષા શક્તિ સ્કૂલોને એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેથી શિક્ષકો સહિત નબળા બાળકોને પણ નુકસાન થાય […]

Share:

રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં 38,550  સરકારી શાળાના શિક્ષકો નિવૃત્ત થશે. જો કોઈ સરપ્લસ શિક્ષકો હશે તો તેમને રાજ્યની શાળાઓમાં સામેલ કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યનું શિક્ષણ સુધારવા સરકાર જ્ઞાનસેતુ અને રક્ષા શક્તિ સ્કૂલોને એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેથી શિક્ષકો સહિત નબળા બાળકોને પણ નુકસાન થાય એવું લાગી રહ્યું છે.

શિક્ષણ વિભાગે શું કહ્યું?

જ્ઞાનસેતુ અને રક્ષા શક્તિ સ્કૂલોના પરિણામે ગ્રાન્ટ-ઇન-એઇડ શિક્ષકો આગામી કેટલાક વર્ષોમાં સરપ્લસ બની શકે છે. રાજ્યના શિક્ષણ અધિકારીઓએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું કે, 2027-28 સુધીમાં ધોરણ-1-5ની શાળાઓમાં 25,560 શાળાના શિક્ષકો, ધોરણ 6-8ની શાળાના 2,292 શિક્ષકો અને ધોરણ 9-12ના 10,698 શિક્ષકો નિવૃત્ત થશે.

સરકાર શિક્ષકોની ભરતીમાં કેન્દ્રીય પ્રણાલી લાગૂ કરશે

અધિકારીઓએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીમાં કેન્દ્રિય પ્રણાલી લાગૂ કરવાનું વિચારી રહી છે. જેમાં જ્ઞાનસેતુ અને રક્ષા શક્તિ શાળાઓમાં 2023-24માં ધોરણ 5ના 53,200 વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવેશ પરીક્ષાથી ધોરણ 6માં પ્રવેશ આપશે.

રાઇટ ટુ એજ્યુકેશનના ઉલ્લંધનનો મુદ્દો

શૈક્ષણિક સંગઠનોએ દાવો કર્યો છે કે,  રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા અને તટસ્થતા જળવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડ્યો છે. જેમાં પ્રકરણ 3ના મુદ્દા નંબર 8 પ્રવેશ કાર્યરીતિની કલમ 2માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે, કોઈપણ શાળાએ પ્રવેશ માટે ડોનેશન લેવું નહીં, માતા-પિતાની રૂબરૂ મુલાકાત( ઇન્ટરવ્યૂ) યોજવા નહીં અને બાળકોની કસોટી લેવી નહીં. બાળકોની પ્રવેશ પરીક્ષા નહીં લેવા માટે શિક્ષણનો કાયદો જણાવતા હોવા છતાં સરકાર દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરી પ્રવેશ પરીક્ષાની કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ શાળા સંગઠનો વિરોધ કરી રહ્યા છે કે, 27 એપ્રિલે યોજાનારી સામાન્ય પ્રવેશ પરીક્ષા એ શિક્ષણ અધિકાર અધિનિયમ, 2009ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

જ્ઞાન સેતુ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલથી પ્રાથમિક શાળોને ફટકો પડશે

સરકાર જે રીતે વાત કરી રહી છે એ યોજના મુજબ જોઈએ તો જ્ઞાન સેતુ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલો દ્વારા સરકારી શાળાના ધોરણ-5 અને 6ના બાળકો માટે પ્રવેશ પરીક્ષા યોજશે. જેમાં ઉચ્ચ ગુણાંક સાથેના હોશિયાર બાળકોને સરકારી શાળામાંથી લઈ ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપશે. જોકે, આ પ્રોજેક્ટ પાર્ટનર ધોરણે ખાનગી શાળા પાસે હશે. જેમાં સરકારી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખાનગી શાળામાં મુકાશે. હવે વિચારો કે, હોશિયાર વિદ્યાર્થી જતા રહેશે તો સરકારી શાળામાં તો નબળા બાળકો જ બચશે.