6000 કિલો વજન ધરાવતા લોખંડના પુલની ચોરી 

મલાડમાં 6000 કિલો વજન ધારાવતા લોખંડના પુલની ચોરી માટે ચારની ધરપકડ  મુંબઈના મલાડ (પશ્ચિમ)માં મૂકવામાં આવેલા 6000 કિલો વજનવાળા એક કામચલાઉ પુલની ચોરી માટે મુંબઈ પોલીસ ચાર લોકોની ધરપકડ કરી છે.  બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, મલાડ (પશ્ચિમ)માં 90 ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર વિશાળ પાવર કેબલ્સને ખસેડવા માટે બનાવવામાં આવ્યું હતું. થોડા […]

Share:

મલાડમાં 6000 કિલો વજન ધારાવતા લોખંડના પુલની ચોરી માટે ચારની ધરપકડ 

મુંબઈના મલાડ (પશ્ચિમ)માં મૂકવામાં આવેલા 6000 કિલો વજનવાળા એક કામચલાઉ પુલની ચોરી માટે મુંબઈ પોલીસ ચાર લોકોની ધરપકડ કરી છે. 

બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, મલાડ (પશ્ચિમ)માં 90 ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર વિશાળ પાવર કેબલ્સને ખસેડવા માટે બનાવવામાં આવ્યું હતું. થોડા મહિના પહેલા ગટર પર કાયમી પુલ બનાવ્યા પછી આ અસ્થાયી માળખાને બીજે ખસેડવામાં આવ્યું હતું. જો કે, આ કામચલાઉ  લોખંડના પુલની ચોરી થયાનું 26 જૂને બાંધકામ કંપનીને જણાતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ પુલ છેલ્લે 6 જૂન સ્થળ પર જોવા મળ્યો હતો. 

તેમની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે પુલ છેલ્લે 6 જૂને તેની જગ્યાએ જોવા મળ્યો હતો. આસપાસ કોઈ સીસીટીવી કેમેરા નહીં હોવાથી પોલીસ નજીકના વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સીસીટીવીના આ ફૂટેજ જોયા હતા અને 11 જૂન તેમણે એક મોટું વાહન પુલની દિશામાં આગળ વધ્યું હોવાનું જોવા મળ્યું હતું. 

પોલીસ વાહનના રજીસ્ટ્રેશન નંબર પરથી તેને શોધી કાઢતા તેમાં લોખંડ કાપવાના ગેસ કટિંગ મશીનો હતા. આ મશીનોનો ઉપયોગ લોખંડનો પોલ કાપીને તેને ચોરી કરીને  લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ 6000 કિલો વજનનો લોખંડના પુલની ચોરી કરનારા ચોરની તપાસ તેમને પુલને બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની સુધી લઈ ગઈ હતી. પોલીસ ગયા અઠવાડિયે કર્મચારી અને ત્રણ સાથીદારોની ધરપકડ કરી હતી.  પોલીસ અધિકારી જણાવ્યું કે, આ પુલની ચોરાયેલી સામગ્રી પાછી મેળવવામાં આવી છે.  જોકે આ રીતે આખા લોખંડના પુલની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ચોરોની આવી હિંમત જોઈને પોલીસ અધિકારી પર અચંબિત થયા હતા.

બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે,  આ કામચલાઉ પુલ અદાણી કંપનીનો હતો અને તેનો ઉપયોગ વિશાળ  સ્ટ્રક્ચર વિશાળ પાવર કેબલ્સને ખસેડવા માટે કરવામાં આવતો હતો. થોડા મહિના પહેલા ગટર પર કાયમી પુલ બનાવ્યા પછી આ 90 ફૂટ લાંબા માળખાને બીજે ખસેડવામાં આવ્યું હતું. જો કે, આ કામચલાઉ પુલ ગાયબ થયાનું 26 જૂને બાંધકામ કંપનીને જાણતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આવી ઘટના સામે આવતા લોકો પણ અવનવા પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમને આશ્ચર્ય પણ થાય છે કે, આટલા વજનદાર વસ્તુની પણ ચોરી કરતાં લોકો અચકાતા નથી.