હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં વાદળ ફાટવાથી એક જ પરિવારના 5 સભ્યો દટાયા 

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના મલાગી દડિયાત ગામના પાઓંટા સાહિબ વિસ્તારમાં વાદળ ફાટવાને પગલે એક હૃદયદ્રાવક ઘટનામાં, ગુમ થયેલા એક પરિવારના પાંચ સભ્યો ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે દટાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે, “DEOC સિરમૌરે માહિતી આપી હતી કે મલાગી દડિયાત ગામના કુલદીપ કમરના પરિવારના 5 સભ્યો […]

Share:

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના મલાગી દડિયાત ગામના પાઓંટા સાહિબ વિસ્તારમાં વાદળ ફાટવાને પગલે એક હૃદયદ્રાવક ઘટનામાં, ગુમ થયેલા એક પરિવારના પાંચ સભ્યો ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે દટાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે, “DEOC સિરમૌરે માહિતી આપી હતી કે મલાગી દડિયાત ગામના કુલદીપ કમરના પરિવારના 5 સભ્યો ગુમ છે.” 

હિમાચલ પ્રદેશમાં બારેમેઘ ખાંગા થયા

એક અહેવાલ અનુસાર, વાદળ ફાટવાને કારણે ગિરી નદીના પાણીના જળસ્તરમાં વધારો થયો. જેને પરિણામે,  નજીકના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વિનાશક પૂર આવ્યું.

વાદળ ફાટવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-707 નો એક ભાગ, પાઓંટા સાહિબને શલ્લાઈ સાથે જોડતો હતો, તેને બ્લોક  કરવામાં આવ્યો હતો, જેના કારણે વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓને માલગી દડિયાત ગામ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજબન અને સતૌન વચ્ચેનો રોડનો સેક્શન બ્લોક થઈ ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વહીવટીતંત્ર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના કર્મચારીઓને સહાય કામગીરી માટે મોકલવામાં આવી છે.

ફસાયેલા લોકોમાં કુલદીપ સિંહ, જીતો દેવી, રજની દેવી, નિતેશ અને દીપિકાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. 

24 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી પહાડી રાજ્યમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 223 પર પહોંચી ગયો છે.

હિમાચલ પ્રદેશના મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ જણાવ્યું, “હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 223 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 295 લોકો ઘાયલ થયા છે. 800 થી વધુ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે, જ્યારે અન્ય 7,500ને આંશિક નુકસાન થયું છે. કેટલીક સ્થાનિક સંસ્થાઓ, શાળાઓ અને સામુદાયિક કેન્દ્રોને પણ આંશિક નુકસાન થયું છે.”

તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ રાજ્યમાં ચાલી રહેલા પુનઃસંગ્રહ કાર્યો પર નજર રાખી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશને તાજેતરના પૂરને કારણે લગભગ 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે પૂરના કારણે તમામ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે અને તે છેલ્લા 50 વર્ષમાં રાજ્યની સૌથી મોટી આપત્તિ છે.

સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ઓડિટ વાંધાઓને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ પેન્ડિંગ ₹315 કરોડમાંથી, કેન્દ્ર સરકાર દ્વારા ₹189 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે.

દરમિયાન, બુધવારે લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ 5 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

સ્થાનિક હવામાન કચેરીએ ગુરુવાર અને રવિવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સાથે જ 15 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે.