મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, ગુજરાતમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાશે

સુરતના ડુમસ વિસ્તારમાં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર યોગને લોકપ્રિય બનાવવા માટે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં 51 યોગ સ્ટુડિયો ખોલશે. અત્યાર સુધીમાં રાજ્ય યોગ બોર્ડે 5,000 પ્રશિક્ષકોને તાલીમ આપી છે. વિશ્વ યોગ દિવસે સુરતના ડુમસમાં વિશાળ પાયે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી અને તેમાં હજારોની […]

Share:

સુરતના ડુમસ વિસ્તારમાં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર યોગને લોકપ્રિય બનાવવા માટે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં 51 યોગ સ્ટુડિયો ખોલશે. અત્યાર સુધીમાં રાજ્ય યોગ બોર્ડે 5,000 પ્રશિક્ષકોને તાલીમ આપી છે. વિશ્વ યોગ દિવસે સુરતના ડુમસમાં વિશાળ પાયે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી અને તેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લઈને ઉજવણીને સફળ બનાવી હતી.

રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગુજરાતમાં 51 યોગ સ્ટુડિયો સ્થાપશે તેવી જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોમાં યોગને પ્રચલિત બનાવવાની કામગીરી માટે આ યોગ સ્ટુડિયો એક કેન્દ્રનું કામ કરશે. યોગ બોર્ડ દ્વારા કેન્દ્રમાં યોગ શિખવનાર માટે તાલીમ આપવાનું કામ ચાલી રહ્યું છે. બોર્ડ દ્વારા લોકોને યોગ શીખવવા માટે આ તાલીમ આપનારા શિક્ષકોને માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. સરકારની એક યાદીમાં જણાવાયું છે કે, લોકોમાં યોગ તરફ ઝુકાવ વધે અને તેમનાં જીવનમાં યોગને સ્થાન મળે તે માટે યોગને પ્રોત્સાહન આપવા યોગ દિવસની ઉજવણી કરવા વિવિધ મુખ્ય શહેરોમાં બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં લોકોને યોગ વિશે શિક્ષણ આપવામાં આવ્યું હતું. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. લગભગ 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 

વિશ્વ યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ખાસ સંબોધન કર્યું હતું જેમાં, તેમણે જણાવ્યું કે, કર્મમાં કુશળતા જ યોગ છે અને આજે દરેક લોકોએ યોગને તેમનાં જીવનનો ભાગ બનાવવો જોઈએ. યોગ એક એવી વિચારધારા છે કે જેને આખા વિશ્વએ અપનાવી છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોવાથી તેમણે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 

2014માં ભારતએ 21 જુનને યોગ દિવસ તરીકે મનાવવાનો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો જેનો સ્વીકાર થતાં 2015થી અલગ અલગ થીમ પર યોગ દિવસ ઉજવવામાં આવે છે. અ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ પર ઉજવણી કરી રહ્યું છે.