7  શ્રીમંત વાલીઓએ RTE હેઠળ બાળકોનો શાળામાં પ્રવેશ મેળવવાનો કર્યો પ્રયાસ

દર વર્ષે, RTEનો કાયદો વંચિત બાળકોને સારી શાળાઓમાં જવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની મંજૂરી આપે છે. પરંતુ કમનસીબે, કેટલાક શ્રીમંત વાલીઓ ગેરકાયદે તેમના બાળકોને આ યોજના દ્વારા પ્રવેશ અપાવી રહ્યા છે તેમજ લાયક બાળકો પાસેથી તકો છીનવી રહ્યા છે. અમદાવાદ પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલે (APS) 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે RTE ક્વોટા હેઠળ 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો […]

Share:

દર વર્ષે, RTEનો કાયદો વંચિત બાળકોને સારી શાળાઓમાં જવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની મંજૂરી આપે છે. પરંતુ કમનસીબે, કેટલાક શ્રીમંત વાલીઓ ગેરકાયદે તેમના બાળકોને આ યોજના દ્વારા પ્રવેશ અપાવી રહ્યા છે તેમજ લાયક બાળકો પાસેથી તકો છીનવી રહ્યા છે.
અમદાવાદ પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલે (APS) 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે RTE ક્વોટા હેઠળ 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, પરંતુ આવકવેરા રિટર્ન અને ક્રેડિટ રિપોર્ટ્સ જેવા ડોક્યુમેન્ટ તપાસવા પર જાણવા મળ્યું કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા નથી.
પરિણામે શાળાએ 7 વાલીઓ સામે અડાલજ પોલીસ સ્ટેશન અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વિપુલ કેશવલાલ પરમાર, વપરાણી સંજયકુમાર ઘનશ્યામ, સુનિલ અનિલ કુમાર તલરેજા, રાજપૂત ગણપતસિંહ કિશોસિંહ, ઉપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રિયાંક રસિક પ્રજાપતિ અને કૌશિક રમણ સોલંકીના માતા-પિતાના નામ છે.
અમદાવાદ પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ (APS)ના પ્રિન્સિપાલ રોનક ઝવેરીએ જણાવ્યું કે સાવચેતીપૂર્વક તપાસ કર્યા બાદ તેમને જાણવા મળ્યું કે, 7 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે યોગ્યતા ધરાવતા નથી. આ વિદ્યાર્થીઓ શ્રીમંત પરિવારોમાંથી આવે છે અને કેટલાક તો મોટા ઘરોમાં પણ રહે છે, જે લાયક વિદ્યાર્થીઓ માટે અન્યાય છે.
તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક માતા-પિતાએ ખોટી રીતે દાવો કર્યો હતો કે તેમની વાર્ષિક આવક રૂ. 3.5 લાખ કરતાં ઓછી છે. જે RTE કાયદા માટે જરૂરી છે. આ શ્રીમંત વાલીઓ સામે શાળાની કાર્યવાહી RTE કાયદાને અસરકારક રીતે અમલમાં મૂકવા અને લાયક વિદ્યાર્થીઓને શિક્ષણની એક્સેસ મળે તેની ખાતરી કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અહી એ નોંધવું અગત્યનું છે કે આ શાળામાં સામેલ બાળકો દોષિત નથી, પરંતુ તેમના માતા-પિતા છે જેઓ અન્યાયી રીતે લાયક વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક તકો છીનવી રહ્યાં છે.
RTE એક્ટનો હેતુ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે. આ વાલીઓ સામે શાળાની કાર્યવાહી એ સુનિશ્ચિત કરવા માટેનું એક પગલું છે કે RTE કાયદો યોગ્ય રીતે અમલમાં મુકેલો છે અને ખરેખર લાયક વિદ્યાર્થીઓને શૈક્ષણિક તકો મળી શકે છે. ઉલ્લેખનીય છે દર વર્ષે RTEમાં પ્રવેશ માટે એક નિશ્ચિત આંકડો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ફોર્મ ભરાયા બાદ આવા કેસ સામે આવે છે. જોકે અત્યાર સુધી આવા કેટલા ફેક RTE કેસ હશે તે તપાસમાં બહાર આવી શકે તેમ છે. હવે આ 7 RTEની સીટના બદલે હકદાર બાળકોને પ્રવેશ મળશે કે કેમ તે DEO કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે. જોકે આ મામલે DEO દ્વારા કોઈ આધિકારિક નિવેદન અપાયું નથી.