India-US વચ્ચે 2+2 મીટિંગ થઈ, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા થઈ

India-US: અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કન શુક્રવારે વાર્ષિક “2+2” મીટિંગ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા. વિદેશમંત્રી જયશંકરે બ્લિન્કનની મુલાકાતના મહત્વની મુલાકાત ગણાવી હતી. નોંધનીય છે કે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને સપ્ટેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની મુલાકાત લીધી હતી. બંને વિદેશમંત્રી (India-US) વચ્ચે થયેલી વાતચીતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા […]

Share:

India-US: અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કન શુક્રવારે વાર્ષિક “2+2” મીટિંગ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા. વિદેશમંત્રી જયશંકરે બ્લિન્કનની મુલાકાતના મહત્વની મુલાકાત ગણાવી હતી. નોંધનીય છે કે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને સપ્ટેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની મુલાકાત લીધી હતી.

બંને વિદેશમંત્રી (India-US) વચ્ચે થયેલી વાતચીતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ થયો હતો અને તે વિશ્વમાં માટે “મોટી ચિંતા” છે તેમ જણાવાયું હતું.

વિદેશમંત્રી એસ. જયશંકરે તાજેતરમાં યોજાયેલ G20 સમિટ દરમિયાન અમેરિકાની સરકાર અને રાષ્ટ્રપતિ બાઇડનનો તેમના મહત્વના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે “અમે સપ્ટેમ્બરમાં ખૂબ જ સફળ G20 સમિટ યોજી હતી, અને હું વડાપ્રધાન મોદી તરફથી અમેરિકાની સરકાર અને રાષ્ટ્રપતિ બાઇડનનો આભાર માનું છું, કારણ કે મને લાગે છે કે અમેરિકાએ અમને આપેલા મજબૂત સમર્થન વિના, અમને કદાચ આટલા સફળ પરિણામો ન મળ્યા હોત”.

વધુ વાંચો: Mumbai Pollution ને ટાળવા બોમ્બે હાઈકોર્ટનો આદેશ- હવે રાત્રે 8-10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

આ બેઠકથી India-US વચ્ચેના સંબંધો મજબૂત બનશે  

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને ભારતમાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને બંને દેશો (India-US) વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “ભારતની મુલાકાત અદ્ભુત હોય છે. આ વર્ષે અમારા સબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત અને અમેરિકાના અમારા સબંધો ઇતિહાસમાં આટલા ગાઢ ક્યારેય નથી બન્યા જેટલા હાલ છે. અમારી વચ્ચે અત્યાર સુધીની સૌથી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી જ નહિ, પરંતુ પ્રાદેશિક અને ખરેખર વૈશ્વિક ભાગીદારી પણ છે જેનો પુરાવો ભારતે સફળતાપૂર્વક કરેલ G20ના નેતૃત્વએ આપ્યો છે.”

ઈન્ડો-પેસિફિક પર બંને દેશો (India-US)ના ધ્યાન વિશે વાત કરતા, એન્ટોની બ્લિન્કને આ ક્ષેત્રમાં ભારત-યુએસ સહયોગની તાકીદ પર ભાર મૂક્યો હતો.

એન્ટોની બ્લિન્કન દક્ષિણ કોરિયાથી ગુરુવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પહેલા તેઓ જાપાનની મુલાકાતે હતા જેમાં G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. 

એન્ટોની બ્લિન્કન અને અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ લોઈડ ઓસ્ટિન એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે 5મી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે જોડાશે, જે “રક્ષા અને સુરક્ષા સહયોગ” પર કેન્દ્રિત હશે.

વધુ વાંચો: પીએમ મોદીએ લખેલું ગીત Abundance in Millets ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, “અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની જે. બ્લિંકનનું ભારતમાં સ્વાગત છે. તેમની આ મુલાકાત ભારત-અમેરિકા (India-US)ની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપશે!”

નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની ચિંતાઓ પ્રસરેલી છે. આવામાં ભારત અને અમેરિકાના વિદેશમંત્રી તેમજ રક્ષામંત્રી વચ્ચેની બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.

Tags :