પુણેથી મુંબઈ આવતી બસ ખીણમાં પડી

પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં તારીખ ૧૫ એપ્રિલના વહેલી સવારે જૂના મુંબઈ-પુણે હાઈવે પર પરંપરાગત સંગીત મંડળના યુવાન સ્ત્રી-પુરુષ સભ્યોને લઈ જતી એક બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ સગીર સહિત 13 લોકોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ખાનગી બસ […]

Share:

પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં તારીખ ૧૫ એપ્રિલના વહેલી સવારે જૂના મુંબઈ-પુણે હાઈવે પર પરંપરાગત સંગીત મંડળના યુવાન સ્ત્રી-પુરુષ સભ્યોને લઈ જતી એક બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ સગીર સહિત 13 લોકોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે સવારે 4.50 વાગ્યાની આસપાસ હાઈવે પર ‘ઘાટ’ (પર્વત પાસ) વિભાગમાં સ્થિત શિંગરોબા મંદિર પાસે તે ખાડામાં પડી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકોમાં ઓછામાં ઓછા પાંચ સગીરોનો સમાવેશ થાય છે, જેમાં છ વર્ષનો છોકરો અને 15 વર્ષની એક છોકરીનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોની કુલ સંખ્યામાંથી છ સગીર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને જ્યાં મોટાભાગના ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં જઈને તેમને પણ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પોલીસ અધિકારી દ્વારા મળતી વિગતો મુજબ, “બસમાં મુંબઈના ગોરેગાંવથી ‘બાજી પ્રભુ વાદક ગ્રુપ’ના 42 સભ્યો હતા. તેઓ પૂણે જિલ્લાના પિંપરી ચિંચવાડ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ભાગ લઈને ગોરેગાંવ પરત ફરી રહ્યા હતા. આ બસ શનિવારે સવારે 1 વાગ્યાની આસપાસ સ્થળ પરથી નીકળી હતી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. ઘટનામાં તેમાંથી 13ના મોત થયા હતા, જેમાં 29 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.” ઘટનાની જાણ થતાં, સ્થાનિક પોલીસની ટીમ, ટ્રેકિંગ જૂથના સભ્યો અને IRB કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માત ખોપોલી પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો. ઘાયલોને ત્રણ અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા – નવી મુંબઈની MGM હોસ્પિટલ, ખોપોલીની એક સરકારી હોસ્પિટલ અને ત્યાંની જ એક ખાનગી સુવિધા કેન્દ્રમાં હતા,પોલીસે જણાવ્યું હતું.

રાયગઢના પોલીસ અધિક્ષક (SP) સોમનાથ ખર્ગેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મોટાભાગના મૃતકો અને ઘાયલો મુંબઈના ગોરેગાંવ અને સાયન અને પડોશી પાલઘર જિલ્લાના વિરારના હતા. બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી.