મણિપુરમાં સ્વતંત્રતા સેનાનીની પત્નીને જીવતી સળગાવી દેવામાં આવી

મણિપુરના કાકચિંગ જિલ્લાના સેરોઉ ગામમાં, સ્વતંત્રતા સેનાનીની 80 વર્ષીય પત્નીને તેના ઘરની અંદર બંધ કરી દેવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. તેમના પતિ, એસ ચુરાચંદ સિંહ, જેઓ 80 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા, તે સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગામમાં 28 મેના રોજ […]

Share:

મણિપુરના કાકચિંગ જિલ્લાના સેરોઉ ગામમાં, સ્વતંત્રતા સેનાનીની 80 વર્ષીય પત્નીને તેના ઘરની અંદર બંધ કરી દેવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. તેમના પતિ, એસ ચુરાચંદ સિંહ, જેઓ 80 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા, તે સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગામમાં 28 મેના રોજ ભારે હિંસા અને ગોળીબાર જોવા મળ્યો હતો, કારણ કે મેઈતેઈ અને કુકી જાતિઓ વચ્ચે અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની માગણીને લઈને અથડામણો થઈ હતી.

3 મેના રોજ હિંસા શરૂ થઈ તે પહેલા, ઈમ્ફાલથી લગભગ 45 કિમી દૂર સેરોઉ એક સુંદર ગામ હતું. પરંતુ હવે ત્યાં માત્ર બળી ગયેલા ઘરો અને દિવાલો પર ગોળીઓના છિદ્રો જોવા મળે છે.

શશસ્ત્ર જૂથે, સ્વાતંત્ર્ય સેનાનીની પત્ની ઈબેટોમ્બી જે ઘરની અંદર હતી તેને ઘરને બહારથી તાળું મારી દીધું તેમજ ઘરને આગ લગાડી હતી. ઈબેટોમ્બીના પૌત્ર પ્રેમકાન્તા એ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમનો પરિવાર તેમને બચાવવા માટે આવ્યો ત્યાં સુધીમાં આગ આખા માળખામાં ફેલાઈ ગઈ હતી.

પ્રેમકાન્તાએ કહ્યું કે જ્યારે તેણે તેની દાદીને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીઓ તેના હાથ અને જાંઘને વાગી હતી અને તે મરતા મરતા બચી ગયો હતો.

“જ્યારે અમારા પર હુમલો થયો, ત્યારે મારી દાદીએ અમને કહ્યું કે હમણાં અહીંથી ભાગો અને થોડા સમય પછી તેમના માટે પાછા આવજો. અમે ગયા ત્યારે તેમણે કહ્યું , ‘મને લેવા પાછા આવજો.’ કમનસીબે તે તેમના છેલ્લા શબ્દો હતા. પ્રેમકાન્તાએ તેના શરીર પર જ્યાં ગોળીઓ વાગી હતી તે નિશાનો બતાવ્યા.

તેમની વૃદ્ધાવસ્થા અને દોડી ન શકવાના કારણે તેમને પહેલા દોડવા દીધા અને પોતે પાછળ રહ્યા.

વંશીય અથડામણો ફાટી નીકળ્યાના લગભગ બે મહિના પછી, પ્રેમકાન્તા એ જ જગ્યાએ તૂટેલા લાકડા અને ધાતુના ઢગલા પર પાછા ફર્યા જ્યાં તેમણે એક વખત ઘર હતું. કાટમાળમાંથી આજે તેણે જે કૌટુંબિક સંપત્તિ મેળવી હતી તેમાં એક મૂલ્યવાન ફોટોગ્રાફ હતો જે ઈબેટોમ્બીએ ખૂબ જ સાચવીને રાખ્યો હતો. તે ફોટો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે તેમના સ્વાતંત્ર્ય સેનાની પતિનો હતો.

આજે પણ, ઈબેટોમ્બીનો પલંગ જ્યાં પડયો હતો તેની આસપાસ બળેલા હાડકાં કાટમાળમાં વિખરાયેલા હતા.

સેરોઉ ગામથી થોડે દૂર, સેરોઉ બજાર ભૂતિયા નગર જેવું લાગે છે. જે લોકો અહીં ધંધો કરતા હતા અને રહેતા હતા તે તમામ સ્થળ છોડીને ચાલ્યા ગયા છે. 

સશસ્ત્ર જૂથ દ્વારા હુમલાના દિવસને યાદ કરતાં, અન્ય સેરોઉ નિવાસી અને ઈબેટોમ્બીની પુત્રવધૂ, એસ તમ્પકસાનાએ જણાવ્યું કે તેઓએ એક ધારાસભ્યના ઘરે આશ્રય લીધો હતો, જ્યાં તેઓ તીવ્ર ગોળીબાર વચ્ચે ભારે મુશ્કેલી સાથે પહોંચ્યા હતા.

તમ્પકસાનાએ જણાવ્યું કે સવારે 2.10 વાગ્યે, અમે ગભરાયેલા હતા અને ઈબેટોમ્બીએ આગ્રહ કર્યો કે અમે પહેલા સલામત સ્થળ તરફ જઈએ અને પછી તેને બચાવવા માટે કોઈને મોકલીએ. ગોળીબાર ચાલુ રહેતાં ગભરાઈને અમે અમારા સ્થાનિક ધારાસભ્યના ઘરે આશ્રય લીધો. પછી અમે અમારા છોકરાઓને સવારે 5.30-6 વાગ્યે જઈને તેમને બચાવવા જવા કહ્યું. પરંતુ ઘર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું હતું.

અત્યારે પણ, સુરક્ષા દળો આ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે કોઈ નવી અથડામણને રોકવા માટે હાઈ એલર્ટ પર છે. ગામલોકોને પોતાને હુમલાઓથી બચાવવા માંગે છે તેથી હિલચાલ પર પણ પ્રતિબંધ છે. 

જે પરિવારોએ આ વંશીય સંઘર્ષમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમની આંખો સમક્ષ બનેલી ઘટનાઓની પીડા અને આઘાત હજુ પણ તેમના મનમાં જીવંત છે. જેઓ પીડિત છે, તેમના માટે ઘરે પરત ફરવું એક મોટો પડકાર છે. મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ બંધ છે.