પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા સાઉથ કોરિયાથી યુપી પહોંચી યુવતી, કોફી શોપમાં થયો હતો પ્રેમ

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને હિંદુસ્તાનથી પાકિસ્તાન ગયેલી અંજુની ચર્ચાઓ વચ્ચે વધુ એક યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત આવી છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સાઉથ કોરિયાથી યુપી આવેલી ‘કિમ બોહ ની’એ પુવાયાંના સુખજીત સિંહ સાથે શીખ રીતિ રિવાજ પ્રમાણે ગુરૂદ્વારામાં લગ્ન કર્યા હતા.  દક્ષિણ કોરિયાની કિમ બોહની શુક્રવારે શાહજહાંપુરના પુવાયાંમાં […]

Share:

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને હિંદુસ્તાનથી પાકિસ્તાન ગયેલી અંજુની ચર્ચાઓ વચ્ચે વધુ એક યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત આવી છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સાઉથ કોરિયાથી યુપી આવેલી ‘કિમ બોહ ની’એ પુવાયાંના સુખજીત સિંહ સાથે શીખ રીતિ રિવાજ પ્રમાણે ગુરૂદ્વારામાં લગ્ન કર્યા હતા. 

દક્ષિણ કોરિયાની કિમ બોહની શુક્રવારે શાહજહાંપુરના પુવાયાંમાં રહેતા સુખજીત સિંહની દુલ્હન બની ગઈ હતી. પુવાયાંના ગુરૂદ્વારા ખાતે બંને ફેરા ફરીને લગ્નના પવિત્ર બંધનથી બંધાયા હતા. આ લગ્નમાં સુખજીતના પરિવારજનો, સગાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

સાઉથ કોરિયાથી યુપી ખેંચી લાવ્યો પ્રેમ

પુવાયાંના ઉદના ગામમાં રહેતા બળદેવ સિંહ ખેડૂત છે. તેમનો 28 વર્ષીય દીકરો સુખજીત સિંહ 6 વર્ષ પહેલા કામની શોધમાં દક્ષિણ કોરિયા ગયો હતો. સુખજીત સિંહ બુસાનના એક કોફી શોપમાં કામ કરતો હતો. સાઉથ કોરિયાથી યુપી આવેલી કિમ બોહ ની દક્ષિણ કોરિયાના દેગૂની છે. તે પણ બુસાનના કોફી શોપમાં બિલિંગ સેક્શનમાં કામ કરતી હતી. આશરે 4 વર્ષ પહેલા બંને વચ્ચે વાતચીતનો દોર સધાયો હતો અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 

સુખજીત સિંહ અને કિમ બોહ ની પોતાના પરિવારજનોની સહમતિથી 4 વર્ષ લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. 4 મહિના પહેલા સુખજીત સિંહ પોતાના વતન પરત આવ્યો હતો. બાદમાં 2 મહિના પહેલા કિમ પણ પોતાના દિલ્હીના એક મિત્ર સાથે 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પર દિલ્હી અને ત્યાંથી પુવાયાં આવી હતી. શુક્રવારે પુવાયાંના નાનક બાગ ગુરૂદ્વારામાં સાઉથ કોરિયાથી યુપી આવેલી કિમ અને સુખજીત સિંહે શીખ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. સુખજીત સિંહના માતા હરજિંદર કૌર ગૃહિણી છે અને તેમનો નાનો ભાઈ જગજીત સિંહ ઘરે ખેતીના કામમાં મદદરૂપ થાય છે. 

સાઉથ કોરિયાની કિમને 5 વર્ષના વિઝા મળ્યા

પ્રેમમાં પાગલ બનીને સરહદોના સીમાડા વટાવી સાઉથ કોરિયાથી યુપી સુધી ખેંચાઈ આવેલી કિમ બોહ નીને ભારત દ્વારા 5 વર્ષના વિઝા આપવામાં આવ્યા છે. તે 3 મહિના માટે ભારત આવી છે. તે છેલ્લા 2 મહિનાથી ઉદના ગામમાં રહે છે અને લગ્ન પણ કરી લીધા છે. હજુ એક મહિનો ઉદના ગામમાં રહ્યા બાદ કિમ બોહ ની પોતાના વતન દક્ષિણ કોરિયા પરત જશે. સુખજીત સિંહના કહેવા પ્રમાણે પોતાના દેશ પરત ગયા બાદ કિમ બોહ ની ફરી ભારત આવશે અને તેઓ બંને દક્ષિણ કોરિયા જશે. તેઓ દક્ષિણ કોરિયામાં જ વસવા માટે યોજના બનાવી રહ્યા છે. સાઉથ કોરિયાથી યુપી આવેલી કિમ ઉદનામાં સુખજીતના ફાર્મહાઉસમાં પરિવારજનો સાથે રહે છે અને તે ભારતીય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે.