કમિસેટ્ટી વેંકટને પ્રતિભાનું પાવર હાઉસ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેલંગાણા (Telangana)નાં વારંગલમાં એક ઓટીસ્ટીક ગાયક (Autistic Singer)  કમિસેટ્ટી વેંકટને મળ્યા. તેમની ઊર્જાને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ તેમને “અ પાઉરહાઉસ ઓફ ટેલેન્ટ ”ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદી (PM Modi)એ તેમના વિશે કરેલી ટ્વિટમાં જણાવ્યું કે, કમિસેટ્ટીએ તેમના સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપનાંની સફરમાં તેમની વિકલાંગતાને આડે આવવા દીધી નથી. તેમણે […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેલંગાણા (Telangana)નાં વારંગલમાં એક ઓટીસ્ટીક ગાયક (Autistic Singer)  કમિસેટ્ટી વેંકટને મળ્યા. તેમની ઊર્જાને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ તેમને “અ પાઉરહાઉસ ઓફ ટેલેન્ટ ”ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદી (PM Modi)એ તેમના વિશે કરેલી ટ્વિટમાં જણાવ્યું કે, કમિસેટ્ટીએ તેમના સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપનાંની સફરમાં તેમની વિકલાંગતાને આડે આવવા દીધી નથી.

તેમણે જણાવ્યું કે, વેંકટ પ્રતિભા અને યુવા ઉર્જાનું પાવરહાઉસ છે, તેઓ વિકલાંગતા હોવા છતાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું, આ એક પ્રેરણા છે. તેમણે નાટુ નાટુ પર ડાન્સ પણ કર્યો. હું તેના મનોબળને સલામ કરું છું.

વડાપ્રધાન મોદી (PM Modi) શનિવારે વારંગલમાં ડાબેરી ઉગ્રવાદમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારોને મળ્યા હતા. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ કહ્યું કે, હું ત્યાં એવા પરિવારોને મળ્યો કે જેમણે તેમના અંગત અને પ્રિયજનોને ડાબેરી ઉગ્રવાદમાં ગુમાવ્યા. તેમની વાતોએ મને ગંભીરતામાં ધકેલી દીધો. તેઓની હિંમત પ્રતિકૂળ સ્થિતિ સ્થિતિમાં પણ વધતી રહી છે. તેમની હિંમત-સ્થિરતા દેશમાં શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ વાતાવરણ સર્જવા માટે પ્રેરિત કરે છે.

વડાપ્રધાને (PM Modi) અગાઉ વારંગલમાં એક જાહેર રેલીને સંબોધીને તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ, તેમના રાજકીય પક્ષ  ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને કોંગ્રેસની ભ્રષ્ટાચાર નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે,  તેલગાંણા(Telangana) વંશવાદી રાજકારણની જાળમાં ફસાઈ ગયું છે.  કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્ર સમિતિ બંને તેલંગાણાનાં લોકો માટે જોખમકારક છે જેમાં કેસીઆર(KCR) સૌથી ભ્રષ્ટ સરકાર ચલાવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ તમામ વંશવાદી પક્ષોના મૂળમાં ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસના વંશવાદી શાસનમાં થયેલા ભ્રષ્ટાચારથી આખો દેશ વાકેફ છે. હવે, તેલંગાણા(Telangana)નાં લોકો બીઆરએસ શાસન હેઠળ આવો જ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે.

શનિવારે વડા પ્રધાન મોદી (PM Modi)એ વારંગલમાં રૂ. 6,100 કરોડની રકમના વિવિધ માળખાકીય અને વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે તેમણે દેશના ઇતિહાસને સમૃદ્ધ બનાવવામાં તેલંગાણા (Telangana)ના લોકોના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરીને તેની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું કે, આજનું ભારત નવું ભારત ઉર્જાથી ભરપૂર છે. 21મી સદીના ત્રીજા દસકામાં આપણી સમક્ષ ગોલ્ડન પિરિયડ આવ્યો છે. તેની દરેક ક્ષણનો ઉપયોગ કરી દરેક સંભાવનાઓને ગતિ આપવાની છે. છેલ્લા 9 વર્ષમાં ભારત સરકાર દ્વારા તેલંગાણા (Telangana)નાં વિકાસ અને પરિવહન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.  આ સમયે તેમની સાથે કેન્દ્રીય માર્ગ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી (PM Modi) દ્વારા કરવામાં ઉદ્ઘાટન કરવામાં આવેલી વિકાસ યોજનાઓમાં માર્ગથી લઈને રેલવે સુધીનાં વિવિધ ક્ષેત્રની પરિયોજનાનો સમાવેશ થાય છે.