ઉત્તરકાશીની શાળામાં ભારે કાટમાળ પડતા દોડધામ મચી

ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ ઉત્તરકાશી જિલ્લાની કસ્તુરબા ઈન્ટર કોલેજમાં ભારે વરસાદને કારણે કાટમાળમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બચાવ્યા હતા. SDRFને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવ્યા બાદ મધ્યરાત્રિએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તે બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ […]

Share:

ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ ઉત્તરકાશી જિલ્લાની કસ્તુરબા ઈન્ટર કોલેજમાં ભારે વરસાદને કારણે કાટમાળમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બચાવ્યા હતા. SDRFને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવ્યા બાદ મધ્યરાત્રિએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તે બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કાટમાળ પડવાની માહિતી મળતા SDRFના કમાન્ડન્ટ, મણિકાંત મિશ્રાની સૂચના અનુસાર, SDRFની ટીમ તરત જ બચાવના સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

કાટમાળને કારણે લગભગ 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા અને તે તમામને રાત્રે જ SDRF રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળે લઈ જવાયા હતા.

આ વિસ્તારની કોમર્શિયલ હોટલો, દુકાનો અને નજીકના ઘરોના લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, સંભવિત જોખમને કારણે તેમને તાત્કાલિક સ્થળ છોડી દેવાની વિનંતી કરવાંમાં આવી હતી. SDRFના  અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ દરમિયાન, ગંગનાની પાસે આજે કાટમાળ પડી જવાને કારણે યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘણા સ્થળોને બંધ કર્યા પછી ઉત્તરકાશીમાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો સહિત સંખ્યાબંધ મુસાફરો ફસાયેલા છે.

ઉત્તરકાશી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, છટાંગા સહિત ઘણા સ્થળોએ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો, તેમણે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મામલતદારને મોકલવામાં આવ્યા હતા.

ઉત્તરકાશી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે બારકોટ વિસ્તારમાં ગંગનાની પાસે ભારે વરસાદને કારણે યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણો કાટમાળ અને પથ્થરો પડયા છે. વધારે વરસાદના કારણે કસ્તુરબા ગાંધી નિવાસ શાળામાં પાણી ભરાઈ ગયા હતા. શાળાના બાળકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા. 

તેમણે જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF)ની ટીમ અને ફાયર બ્રિગેડની એક-એક ટીમને તાત્કાલિક રાહત કાર્ય કરવા માટે સ્થળ પર મોકલવામાં આવી હતી.

ચમોલી જિલ્લા નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ કાટમાળ પડયો હતો. આ પ્રદેશમાં સતત વરસાદ ચાલુ હોવાને કારણે ત્રણ સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુએ કલાકો સુધી ફસાયા હતા.

ચમોલી પોલીસે શનિવાર સવારે જણાવ્યું હતું કે, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નંદપ્રયાગ અને બેલકુચી ખાતે કાટમાળના કારણે માર્ગ બંધ છે.

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌરી અને નૈનિતાલમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે હરિદ્વાર જિલ્લાના દમકોઠીમાં વિસ્તારમાં પાણી ભરાવાના સંદર્ભમાં રાહત અને બચાવ કાર્યના પ્રગતિની સમીક્ષા કરી હતી.