મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવાઈ, વિડિયો થયો વાયરલ 

મણિપુરથી હૃદય કંપાવી દે તેવો વિડિયો સામે આવ્યો છે. મણિપુરમાં તોફાની તત્વો દ્વારા 2 મહિલાઓને નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આદિવાસી સંગઠન દ્વારા કથિત આ ઘટનામાં ખેતરમાં બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ ઘટનાની પ્રાથમિક તપાસના આદેશ આપ્યા […]

Share:

મણિપુરથી હૃદય કંપાવી દે તેવો વિડિયો સામે આવ્યો છે. મણિપુરમાં તોફાની તત્વો દ્વારા 2 મહિલાઓને નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આદિવાસી સંગઠન દ્વારા કથિત આ ઘટનામાં ખેતરમાં બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો.

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ ઘટનાની પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે જ્યાં બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કર્યા બાદ પુરુષો દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હતી. આ ઘટના 4મેની હોવાનું સામે આવ્યું છે. 4 મેના રોજ ઘટેલી એક નિંદનીય ઘટનામાં, કાંગપોકપી જિલ્લામાં એક ખેતરમાં બે મહિલાઓ પર અકલ્પનીય વેદનાઓ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવેલા વિડિયો પરથી સ્પષ્ટ થાય છે, જેના કારણે આક્રોશ ફેલાયો છે અને ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

ઝડપી કાર્યવાહીની માગ

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુખ્ય સચિવ સાથે ભયાનક ઘટના પર વાત કરી હતી. તેમણે  ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ભયાનકતાના એક દિવસ પહેલા, મણિપુરમાં ખીણ-બહુમતી મીતેઈ અને પહાડી-બહુમતી કુકી જનજાતિ વચ્ચે અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની તેમની માંગને લઈને અથડામણ થઈ હતી.

ITLFએ નિવેદનમાં જણાવ્યું કે, “4 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બનેલી આ ઘટનામાં  પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરતા જણાય છે, જેઓ અપહરણકારો સામે રડતી અને વિનંતી કરી રહી છે. આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવેલી ભયાનક સ્થતિ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતા જણાય છે, જેમાં પીડિતોની ઓળખ દર્શાવે છે. અનુસૂચિત જનજાતિ માટે પગલાં લેવા રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય આયોગને અપીલ કરી હતી. 

મણિપુર પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પુરુષોની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું.” બચી ગયેલા લોકો 4 મેના રોજ આ ભયાનક કૃત્ય કર્યાના લગભગ 15 દિવસ પછી પોલીસ પાસે આવ્યા હતા. “તેઓ કાંગપોકપી ગયા હતા, જોકે ત્યાં ગુનો થયો ન હતો, પરંતુ અમને લીડ મળી છે તે પ્રમાણે અમે આ પુરુષોને એક કે બે દિવસમાં પકડી લઇશું.” 

રાજકીય નેતાઓ અને અન્ય લોકોએ મણિપુરની ઘટના બાબતે સોશિયલ મીડિયા પર આઘાત વ્યક્ત કર્યો છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારને આ ભયાનક કૃત્યમાં સામેલ પુરુષો સામે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું હતું કે મણિપુરથી આવી રહેલી મહિલાઓ સામેની યૌન હિંસાની તસવીરો હ્રદયસ્પર્શી છે. “મહિલાઓ વિરુદ્ધ હિંસાની આ ભયાનક ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. મહિલાઓ અને બાળકોને સમાજમાં હિંસાનો સૌથી વધુ ભોગ બનવું પડે છે.” 

ત્રિપુરાના ટિપ્રા મોથા પાર્ટીના વડા પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબબર્માએ જણાવ્યું હતું કે, “મણિપુરમાંથી એક ખાસ સમુદાયની એક મહિલાને ટોળા દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હોવાના વિચલિત વિડિયોઝ સામે આવી રહ્યા છે. ત્યાંના બે સમુદાયોના સંબંધો નબળા છે. મણિપુરમાં નફરતની જીત થઈ છે.” 

મણિપુરના રહેવાસી અને પત્રકાર હોહિનુ હૌઝેલે કહ્યું ” મણિપુરની બે આદિવાસી મહિલાઓની 4 મેના રોજ  નગ્નાવસ્થામાં પરેડ કરવામાં આવી હતી, જાહેરમાં તેમને માર મારવામાં આવ્યો હતો. એક ગુનેગાર દ્વારા લેવામાં આવેલ આ વિચલિત વીડિયો વાયરલ થયો હતો. આ માનવતાની બધી હદોને પાર કરી નાખે છે. આ વીડિયો સામે આવતાં જ સામાજિક કાર્યકર, નેતાઓ સહિતના તમામ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.