રાયપુરની મહિલાએ ભાઈનો જીવ બચાવવા માટે કિડની દાન કરવાનો નિર્ણય કર્યો

સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેન ભાઈનાં કાંડે રાખડી બાંધી તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં છત્તીસગઢના રાયપુરમાં એક મહિલાએ પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાની કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. રાયપુરની આ મહિલાએ પોતાના બીમાર ભાઈને કિડની દાન કરીને […]

Share:

સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેન ભાઈનાં કાંડે રાખડી બાંધી તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં છત્તીસગઢના રાયપુરમાં એક મહિલાએ પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાની કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. રાયપુરની આ મહિલાએ પોતાના બીમાર ભાઈને કિડની દાન કરીને રક્ષાબંધનની ઉજવણીને નવો અર્થ આપ્યો છે.

48 વર્ષીય, ઓમપ્રકાશ ધનગરને ગયા વર્ષે મે મહિનામાં ક્રોનિક કિડની ડિસીઝ હોવાનું નિદાન થયું હતું. તેમની કિડની એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે તેમને ડાયાલિસિસની જરૂર હતી. એક કિડની 80% અને બીજી 90% ક્ષતિગ્રસ્ત હતી. ખૂબ સંશોધન પછી, તેમના પરિવારે તેમને ગુજરાતના નડિયાદની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું.

બહેને કિડની દાન કરી ઋણ અદા કર્યું

જ્યારે ડોક્ટરોએ પરિવારને કિડની દાતાની જરૂર હોવાનું જણાવ્યું ત્યારે ઓમપ્રકાશ ધનગરની મોટી બહેન શીલાબાઈ પાલ, જે રાયપુરના ટિકરાપારામાં રહેતી હતી. તે તરત જ કિડની દાન કરવા માટે આગળ આવી હતી. તેણે તમામ જરૂરી ટેસ્ટ કરાવ્યા અને કિડની દાન કરવા માટે સંપૂર્ણ મેચ થઈ હોવાનું જાણવા મળ્યું હતું .

કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી 3 સપ્ટેમ્બરના રોજ થવાની છે. ઓમપ્રકાશ ધનગર અને શીલાબાઈ પાલ બંને હાલમાં ગુજરાતમાં છે, સર્જરીની તૈયારી કરી રહ્યા છે.

શીલાબાઈ પાલે જણાવ્યું હતું કે તે આ તેના ભાઈ માટે કરી રહી છે કારણ કે તે તે તેના ભાઈને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. સુનિશ્ચિત કિડની ટ્રાન્સપ્લાન્ટના એક અઠવાડિયા પહેલા, શીલાબાઈ પાલ એ ઓમ પ્રકાશને તેમની સલામતીની પ્રતિજ્ઞા તરીકે રાખડી બાંધી હતી.

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ ભાઈ-બહેન બંને સુરક્ષિત

ગુજરાતના નડિયાદમાં હેલ્થ ચેકઅપ બાદ ભાઈ અને બહેન બંને ઓબ્ઝર્વેશન હેઠળ છે. શીલાબાઈ પાલને પોતાની કિડની દાન કર્યા બાદ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમ છતાં, તેમણે પોતાના ભાઈ ઓમપ્રકાશ ધનગરને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. 

કિડની દાન કરનાર વ્યક્તિ માત્ર એક જ કિડની વડે સ્વસ્થ જીવન જીવી શકે છે. આવી સ્થિતિમાં જો પરિવારનો કોઈપણ સભ્ય દર્દીને પોતાની કિડની દાન કરી શકે તો તેને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. લોહીના સંબંધમાં કિડની દાન કરવાનો ફાયદો એ છે કે તે શરીર સાથે સરળતાથી મેચ થઈ જાય છે. જેનું જોખમ ઓછું રહે છે.    

જે લોકો સ્વસ્થ હોય પરંતુ અકસ્માતમાં ઘાયલ થયા હોય અથવા મૃત્યુ પામતા પહેલા પોતાના અંગનું દાન માંગતા હોય તે લોકો અંગદાન માટે નોંધણી કરાવી શકે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેઓ મૃત્યુ પહેલા અંગદાન માટે નોંધણી કરાવતા નથી.