ગ્રીન હાઉસ અસરની ઓળખ કરનારા યુનિસ ન્યૂટનને ગૂગલે ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી 

ગૂગલે  અમેરિકન વૈજ્ઞાનિક અને મહિલાના હક માટે લડતા કાર્યકર યુનિસ ન્યુટન ફુટને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ગ્રીનહાઉસ અસર અને તેના ગ્લોબલ વોર્મિંગ સાથેના સંબધની શોધ કરી છે. સર્ચ એન્જીન જાયન્ટ ગૂગલે 11 સ્લાઈડ્સ દર્શાવતું ઈન્ટરેક્ટિવ ડૂડલ બનાવ્યું જેમાં ગ્રીનહાઉસ અસર વિશે જણાવવામાં આવ્યું હતું જે યુનિસ ન્યુટન ફૂટેની સિદ્ધિઓ દર્શાવતું હતું. યુનિસ ન્યુટન […]

Share:

ગૂગલે  અમેરિકન વૈજ્ઞાનિક અને મહિલાના હક માટે લડતા કાર્યકર યુનિસ ન્યુટન ફુટને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ગ્રીનહાઉસ અસર અને તેના ગ્લોબલ વોર્મિંગ સાથેના સંબધની શોધ કરી છે. સર્ચ એન્જીન જાયન્ટ ગૂગલે 11 સ્લાઈડ્સ દર્શાવતું ઈન્ટરેક્ટિવ ડૂડલ બનાવ્યું જેમાં ગ્રીનહાઉસ અસર વિશે જણાવવામાં આવ્યું હતું જે યુનિસ ન્યુટન ફૂટેની સિદ્ધિઓ દર્શાવતું હતું.

યુનિસ ન્યુટન ફૂટનો જન્મ વર્ષ 1819માં કનેટિકેટમાં થયો હતો . તેમણે  ટ્રોય ફીમેલ સેમિનારી નામની શાળામાં  અભ્યાસ કર્યો હતો, જ્યાંવિજ્ઞાન વિષયનું શિક્ષણ અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. અહીંથી જ તેમના જીવનમાં વિજ્ઞાન વિશે રુચિ વધતી ગઈ.

એક સમય દરમિયાન જ્યારે મહિલાઓને વિજ્ઞાન ક્ષેત્રે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, યુનિસ ન્યુટન ફૂટે 1856માં એક પ્રયોગ કર્યો હતો જેમાં આબોહવા પરિવર્તન અંગે વધુ સમજ મેળવી હતી. કાચના સિલિન્ડરોમાં પારાના થર્મોમીટર્સ મૂકીને, તેમણે એ અવલોકન કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ ધરાવતા સિલિન્ડર સૂર્યની ગરમીની સૌથી વધુ અસર અનુભવે છે. આમ આ અવલોકનથી યુનિસ ન્યુટન ફુટ કાર્બન ડાયોક્સાઇડના વધતા સ્તર અને વાતાવરણમાં રહેલી ગરમી વચ્ચેનો સંબંધ સાબિત કરનાર પ્રથમ વૈજ્ઞાનિક બન્યા.

યુનિસ ન્યુટન ફૂટની શોધના પ્રકાશન પછી, તેમણે વાતાવરણીય વીજળીના વિષયમાં વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ભૌતિકશાસ્ત્રના બે અભ્યાસો લખ્યા, યુનાઇટેડ સ્ટેટ્સમાં તેઓ આવી શોધ કરનાર પ્રથમ મહિલા બન્યા. આ અભ્યાસો પછી તેમણે વધુ પ્રયોગો કર્યા અને આખરે ગ્રીનહાઉસ અસરની શોધ થઈ. તે સમયે કરવામાં આવેલી શોધને કારણે જ આજે વૈજ્ઞાનિકો ગ્રીનહાઉસને લઈને સતર્ક બન્યા છે. અને ગ્રીન હાઉસ ઈફેક્ટ માટે જવાબદાર કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને કેવી રીતે ઘટાડી શકાય તેના પ્રયાસો કરી રહ્યા છે.

આજે, વિશ્વભરના વૈજ્ઞાનિકો યુનિસ ન્યુટન ફુટ દ્વારા કરવામાં આવેલા પ્રયોગોને કારણે, આબોહવા વિજ્ઞાન અને ગ્લોબલ વોર્મિંગ વિશે પોતાની સમજમાં વધારો કરી રહ્યા છે. યુનિસ ન્યુટન ફૂટ તેમના વૈજ્ઞાનિક યોગદાન ઉપરાંત, મહિલાના અધિકારોની રક્ષા માટે સમર્પિત એવા વકીલ હતા. વર્ષ 1848માં, તેમણે સેનેકા ફોલ્સમાં મહિલાઓના અધિકાર માટે યોજાયેલ પ્રથમ સંમેલનમાં હાજરી આપી હતી અને તેઓ  મહિલાઓના હક માટે બનાવેલ ડોક્યુમેન્ટ પર પાંચમા હસ્તાક્ષરકર્તા બન્યા હતા, જેમાં સામાજિક અને કાનૂની દરજ્જામાં મહિલાઓ માટે સમાનતાની માંગ કરી હતી.

દુર્ભાગ્યે, 1888માં યુનિસ ન્યુટન ફૂટના મૃત્યુ પછી એક સદીથી વધુ સમય સુધી તેમને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની  મોટાભાગે લોકોને જાણ ન હતી. જો કે, ગૂગલે આપેલી શ્રદ્ધાંજલિ દ્વારા તેમણે ખાતરી આપી કે વિજ્ઞાન અને મહિલાના અધિકારોની રક્ષા આ બંને ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાનને ભૂલવામાં આવશે નહીં.