આધાર કાર્ડ અને PAN કાર્ડને લિન્ક કરવાની છેલ્લી મુદત 30 જૂન

PAN કાર્ડ અને આધારકાર્ડને લિન્ક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 છે. જે પણ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક ના હોય તેવા તમામ PAN કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવશે.  આ માટે 1, જુલાઈ 2022 બાદ જે પણ આધાર કાર્ડ સાથે PAN કાર્ડ લિન્ક કરે તેમણે એક જ ચલાનમાં આ ફી ચૂકવવાની રહેશે. જે તમારા ઈ […]

Share:

PAN કાર્ડ અને આધારકાર્ડને લિન્ક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 છે. જે પણ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક ના હોય તેવા તમામ PAN કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવશે. 

આ માટે 1, જુલાઈ 2022 બાદ જે પણ આધાર કાર્ડ સાથે PAN કાર્ડ લિન્ક કરે તેમણે એક જ ચલાનમાં આ ફી ચૂકવવાની રહેશે. જે તમારા ઈ ફાઈલિંગ પોર્ટલ પર લિન્ક રિક્વેસ્ટ નાખો તે પહેલા ભરવાની રહેશે. 

જે કોઈ હવે તેના PAN સાથે આધાર લિન્ક કરવા માંગે છે તો તેને રૂ. 1000 ફી ચૂકવવાની રહેશે. NSDL પોર્ટલ પર ચુકવણી કરવા માટે ચલણ નંબર TNS 280 નો ઉપયોગ કરીને તે ભરી શકાય છે. આ ઉપરાંત મેજર હેડ 0021 હેઠળ અને માઈનોર હેડ 500 ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક વેબસાઇટ પર લેટ ફી ભરી શકાય છે. 

તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું તે જાણવા નીચેના પગલાંને અનુસરો. 

પગલું 1 – ઈન્કમટેક્સ વિભાગના ઈ પોર્ટલ પર જાઓ https://www.incometax.gov.in/iec/foportal/ 

પગલું 2- કવીક લિન્ક સેક્શનમાં ડાબી બાજુ લિન્ક આધાર ઓપશન પર ક્લિક કરો. 

પગલું 3 – પેજ લિન્ક પર દેખાતી જગ્યામાં તમારું PAN, આધાર કાર્ડ નંબર લખો. અને કન્ટીન્યુ ટુ પે થ્રુ ઈ પે ટેક્સ પર ક્લિક કરો. 

પગલું 4 – તમારો PAN અને મોબાઈલ નંબર ચકાસી વન ટાઈમ પાસવર્ડ નાખી કાર્યવાહી પૂરી કરો. આ પછી તમને ઈ ટેક્સ પે પેજ પર લઈ જવાશે. 

પગલું 5 – કન્ટિન્યુ પર ક્લિક કરો અને તમને જે પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે તેના પર આગળ વધો પર ક્લિક કરો. 

પગલું 6 –  AY 2023 -2024 પસંદ કરો અને અન્ય રશીદ 500 તરીકે પસંદ કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવો. 

પગલું 7 – ટેક્સ અંગેના બ્રેક અપમાં અન્ય ફિલ્ડ હેઠળ રૂ. 1000 ની રકમની ચુકવણી કરો. 

એકવાર ચુકવણી થઈ જાય પછી તમારે તરત જ ઈ ફાઈલિંગ પોર્ટલ પર આધાર અને PAN લિંકની અરજી સબમિટ કરવી પડશે. આ માટે પોર્ટલ પર જાઓ અને લૉગ ઇન કરો. જેમાં પ્રોફાઇલ સેક્શનમાં તમને લિન્ક આધાર વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરો. અને નંબર લખીને વેલીડેટ પર ક્લિક કરો.