આફતાબના માતા-પિતા ક્યાંક છુપાઈ ગયા છે- શ્રદ્ધા વાલકરના પિતાનું નિવેદન

શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે સોમવારે કહ્યું કે, આફતાબ પૂનાવાલાના માતા-પિતા “ક્યાંક છુપાયેલા” છે. આ મામલે તેમને સામે લાવવા જોઈએ. ANI સાથે વાત કરતા વિકાસ વાલકરે કહ્યું કે, આફતાબના માતા-પિતા અંગે હજુ સુધી ખુલાસો થયો નથી. મને લાગે છે કે તેઓ ક્યાંક છુપાયેલા છે. તેઓ ક્યાં છે? હું તેમને ખુલ્લા પાડવા અપીલ કરું છું. આ […]

Share:

શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે સોમવારે કહ્યું કે, આફતાબ પૂનાવાલાના માતા-પિતા “ક્યાંક છુપાયેલા” છે. આ મામલે તેમને સામે લાવવા જોઈએ. ANI સાથે વાત કરતા વિકાસ વાલકરે કહ્યું કે, આફતાબના માતા-પિતા અંગે હજુ સુધી ખુલાસો થયો નથી. મને લાગે છે કે તેઓ ક્યાંક છુપાયેલા છે. તેઓ ક્યાં છે? હું તેમને ખુલ્લા પાડવા અપીલ કરું છું. આ સાથે તેમણે કહ્યું કે, હું શ્રદ્ધાના અંતિમ સંસ્કાર કરવા માંગુ છું. મેં તેના શરીરના અંગો માટે પણ અપીલ કરી છે.

આફતાબ માટે મૃત્યુદંડની માંગને પુનરાવર્તિત કરતા વિકાસ વાલકરે કહ્યું કે, ‘આફતાબને મૃત્યુદંડની સજા મળવી જોઈએ. તે દોશી છે. આફતાબે જ પુરા પ્લાનિંગ સાથે આ ગુનો કર્યો હતો. મેં મારા વકીલને આ મામલે ફાસ્ટ-ટ્રેક કાર્યવાહી માટે અપીલ કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે માર્ચમાં વિકાસ વાલકરે કહ્યું હતું કે મે મહિનામાં તેમની પુત્રીની હત્યાને એક વર્ષ થઈ જશે, પરંતુ હજુ સુધી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે આરોપીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ હું મારી પુત્રીના અંતિમ સંસ્કાર કરીશ.

એક સમયે વિકાસે એમ પણ કહ્યું હતું કે, તે અંતિમ સંસ્કાર કરવાની સ્થિતિમાં નથી કારણ કે તેની પુત્રીના શરીરના અંગો ટ્રાયલના નિષ્કર્ષ પછી જ તેને સોંપવામાં આવશે. આ સાથે તેઓ ઇચ્છે છે કે આરોપીને મૃત્યુદંડની સજા આપવામાં આવે. સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ.

વિકાસ વાલકરના વકીલ સીમા કુશવાહાએ કહ્યું કે નિર્ભયા કેસને તેના નિષ્કર્ષ પર પહોંચવામાં સાત વર્ષ લાગ્યા, પરંતુ આ કેસમાં વર્ષો ન લગાડવા જોઈએ. આફતાબની હાજરીમાં કોર્ટ રૂમમાં ઓનલાઈન કાઉન્સેલિંગનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ પણ ચલાવવામાં આવ્યું હતું. જે રેકોર્ડિંગે વિકાસ વાલકરને ભાવુક બનાવી દીધા હતા. રેકોર્ડિંગમાં શ્રદ્ધાને એમ કહેતી સાંભળી શકાય છે કે, “તે મને શિકાર બનાવશે, મને શોધશે અને મારી નાખશે.”

એક રેકોર્ડિંગમાં શ્રદ્ધા કાઉન્સેલરની સમક્ષ કબૂલાત કરતી સાંભળી શકાય છે કે એક દિવસ આફતાબે તેનું ગળું પકડી લીધું હતું. ‘હું સાવ બેહોશ થઈ ગઈ હતી. જરા પણ શ્વાસ લઈ શકતી નહોતી.” તેના જવાબમાં એડવોકેટ કુશવાહાએ કહ્યું કે આ રીતે મામલો પૂરો થતાં વર્ષો લાગી જશે. કુશવાહાએ કહ્યું કે, સુનાવણી સમય સીમાની અંદર થવી જોઈએ. તે શ્રદ્ધાના પિતા સાથે ચર્ચા કર્યા પછી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.”