AAPએ પાર્ટી ઓફિસમાં ઈમર્જન્સી બેઠક બોલાવી

દરમિયાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની AAP (આમ આદમી પાર્ટી)એ આશંકા વ્યક્ત કરી છે. આ બાબતને ધ્યાને રાખી આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે પક્ષના કાર્યાલયમાં ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પક્ષના તમામ પદાધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવ અને નેતાઓ સામેલ છે. ઉપરાંત દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પણ બેઠકમાં સામેલ છે. નવી દિલ્હીમાં […]

Share:

દરમિયાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની AAP (આમ આદમી પાર્ટી)એ આશંકા વ્યક્ત કરી છે. આ બાબતને ધ્યાને રાખી આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે પક્ષના કાર્યાલયમાં ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પક્ષના તમામ પદાધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવ અને નેતાઓ સામેલ છે. ઉપરાંત દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પણ બેઠકમાં સામેલ છે. નવી દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ઘણા દિવસોથી સતત વિવાદો જોવા મળી રહ્યા છે. સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૬ એપ્રિલના પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ હેડક્વાર્ટરમાં તેમની સાડા 9 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તાઓ પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. તો પોલીસે પણ ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા છે.

દિલ્હીમાં કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડની તપાસ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. AAPના કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પૂછપરછ થઈ રહી છે. CBIએ શનિવારે અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કરીને 16મી એપ્રિલે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ દબાણ કરી રહી છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર, 2021ના રોજ નવી એક્સાઇઝ પોલિસી (આબકારી નીતિ) લાગુ કરી હતી. સરકારે નીતિ લાગુ થયા બાદ રાજકોષમાં વધારો થવાનો અને માફિયા રાજ ખતમ થવાનો દાવો કર્યો હતો પરંતુ થયું તેનાથી વિપરીત અને સરકારને નુકસાન ગયું. ત્યારબાદ જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આ પોલિસી દ્વારા દારૂના વેપારીઓને અયોગ્ય લાભ પહોંચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

આ રિપોર્ટ બાદ એલજીએ આ કેસની તપાસ સીબીઆઈ સમક્ષ કરાવવા માટેની ભલામણ કરી હતી.  ત્યારબાદ એજન્સીએ ઓગસ્ટ, 2022માં કેસ હાથ પર લીધો હતો અને મનિષ સિસોદિયા સહિત 15 વ્યક્તિઓને આરોપી બનાવ્યા હતા. ત્યારબાદ મામલો નાણાંને લગતો હોઈ ઇડીની પણ એન્ટ્રી થઇ અને ઇડીએ પણ કેસ નોંધ્યો હતો. છ મહિનાની તપાસ માટે મનિષ સિસોદિયાને ફેબ્રુઆરીમાં પકડી લેવામાં આવ્યા હતા અને આજ બાબતે હવે કેજરીવાલને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી પ્રવક્તા જૈસ્મીન શાહે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “દરેકને વિરોધ કરવાનો અધિકાર હોવો જોઈએ. કોર્પોરેટરો, ધારાસભ્યોના ઘરે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. દિલ્હી અને પંજાબના મંત્રીઓ, અમારા તમામ વરિષ્ઠ નેતાઓ કે જેઓ પોલીસની પરવાનગી લઈને સીબીઆઈ ઓફિસ પાસે બેઠા હતા તેઓને અચાનક ઉપાડી લેવામાં આવ્યા હતા.” જો આ કટોકટી નથી તો શું છે. તેઓએ (ભાજપ) દિલ્હીને ઉત્તર કોરિયામાં ફેરવી દીધું છે.”