bungalow eviction: AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને હવે સરકારી બંગલો ખાલી નહીં કરવો પડે

bungalow eviction: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલતના સરકારી બંગલાને ખાલી કરવાના આદેશને રદ કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ હાલ સરકારી બંગલો ખાલી નહિ કરવો પડે. રાઘવ ચઢ્ઢાએ નીચલી અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.  જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની સિંગલ બેન્ચે નીચલી અદાલતના […]

Share:

bungalow eviction: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલતના સરકારી બંગલાને ખાલી કરવાના આદેશને રદ કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ હાલ સરકારી બંગલો ખાલી નહિ કરવો પડે. રાઘવ ચઢ્ઢાએ નીચલી અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 

જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની સિંગલ બેન્ચે નીચલી અદાલતના 18 એપ્રિલના રોજના આદેશ પર રોક લગાવી હતી. જેમાં રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી (bungalow eviction) કરવા સામે હાઈકોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ રોક યથાવત રહેશે. 

અરજી પર બે દિવસ સુધી સતત સુનાવણી કર્યા બાદ જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ 12 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને વચગાળાની રાહત માટેની તેમની અરજી સાથે ત્રણ દિવસમાં નીચલી અદાલતનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે અને ટ્રાયલ કોર્ટને કાયદા અનુસાર પહેલા તેના પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

વધુ વાંચો: લગ્ન બાદ પતિ રાઘવ ચઢ્ઢાને બદલે ગર્લ્સ ગેંગ સાથે માલદીવ પહોંચી ગઈ

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાઘવ ચઢ્ઢાના વકીલે કહ્યું કે તેમને પંજાબમાંથી સતત ધમકીઓ મળી રહી છે. આ કારણોસર તેમને Z Plus સુરક્ષા પણ આપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ના વકીલે કહ્યું કે તેમને પંજાબમાં સુરક્ષા મળી છે. તેથી તેનો અર્થ એ નથી કે દિલ્હીમાં સુરક્ષા ઓછી કરવામાં આવે અને તેમની હત્યા કરવામાં આવે.

bungalow eviction કેસ માટે હાઈકોર્ટમાં કેસ કરાયો

રાઘવ ચઢ્ઢા જયારે રાજ્યસભાના સભ્ય બન્યા હતા ત્યારે તેમને ટાઈપ-6 બંગલો ફાળવવામાં આવ્યો હતો. આ પછી તેમણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને ટાઈપ-7 બંગલો ફાળવવા વિનંતી કરી હતી. આ પછી રાજ્યસભા સચિવાલયે તેમને ટાઈપ-7 બંગલો આપ્યો હતો. જો કે, આ વર્ષે રાજ્યસભા સચિવાલયે રાઘવ ચઢ્ઢાના ટાઈપ-7 બંગલા (bungalow eviction)ની ફાળવણી રદ કરી હતી.   

રાજ્યસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ટાઈપ-7 બંગલા માટેની પાત્રતા ધરાવતા ન હતા. તેથી તેમને બંગલો ખાલી (bungalow eviction) કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પછી પટિયાલા હાઉસ કોર્ટમાં પણ રાજ્યસભા સચિવાલયના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના આંચકાનો સામનો કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

વધુ વાંચો: સરકારી આવાસની ફાળવણી રદ્દ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ

અગાઉ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા મારા તમામ સ્પષ્ટીકરણો ધ્યાનમાં લીધા બાદ નિવાસની ફાળવણી કરવામાં આવી હતી. તેમણે આ સમગ્ર કાર્યવાહી ભાજપના આદેશ પર થઈ હોવાનો દાવો કર્યો હતો. રાજ્યસભાના 70 વર્ષથી વધુના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના છે કે રાજ્યસભાના સભ્યને ફાળવવામાં આવેલા સરકારી બંગલો ખાલી (bungalow eviction) કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.