CM Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 2 નવેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કથિત ગેરરીતિઓ અંગે એજન્સીની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, “કેન્દ્રના EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સમન્સ પાઠવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારનો એક જ હેતુ છે – AAPને કચડી નાખવાનો. તેઓ આ હેતુ સિદ્ધ કરવા માટે કોઈ કસર છોડતા નથી. તેઓ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કેસો બનાવી રહ્યા છે.”
આ બીજી વખત છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 16 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જ્યારે CBI એક્સાઈઝ પોલિસીના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે, ત્યારે EDની તપાસ એ જ કેસમાં મની લોન્ડરિંગના આરોપો પર કેન્દ્રિત છે.
વધુ વાંચો: Manish Sisodiaને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર કર્યો
સીએમ કાર્યાલયે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “EDએ સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને નોટિસ પાઠવી છે અને તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.”
દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હી અને પંજાબમાં AAP સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે. તેમણે કહ્યું કે AAP નેતાઓ કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને દેશના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે.
વધુ વાંચો: આરોગ્ય મંત્રીએ કોવિડ થયો હોય તેમને આપી મહત્વની સલાહ
આતિશીએ કહ્યું, “ભાજપ, દિલ્હી અને પંજાબમાં થઈ રહેલા સારા કામથી ડરે છે. આ કારણે ભાજપ ખોટા કેસ કરીને AAP નેતાઓને જેલમાં ધકેલી દેવા માંગે છે અને પાર્ટીને કચડી નાખવા માંગે છે. આ ષડયંત્રના ભાગરૂપે EDએ કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. ભાજપ અરવિદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને ખોટા કેસમાં પકડવા માંગે છે. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે અમે ખોટા કેસ અને જેલમાં જવાથી ડરતા નથી. અમે દેશના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”
આ સમન્સ એવા સમયે આવ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. મનીષ સિસોદિયા ઉપરાંત સાંસદ સંજય સિંહની પણ એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.