અદાણી ગ્રુપ ગુજરાતમાં હાઈબ્રિડ પાવર બેંકનું નિર્માણ કરશે

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ખાવડા રણમાં અદાણી ગ્રુપે  વિશ્વની સૌથી મોટી હાઈબ્રિડ પાવર બેંક બનાવવાની યોજના જાહેર કરી છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં 45 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એકવાર કાર્યરત થયા પછી, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 20 GW એનર્જી ઉત્પન્ન કરશે. હાઈબ્રિડ પાવર બેંક બનાવવાની યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા અદાણી […]

Share:

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ખાવડા રણમાં અદાણી ગ્રુપે  વિશ્વની સૌથી મોટી હાઈબ્રિડ પાવર બેંક બનાવવાની યોજના જાહેર કરી છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં 45 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એકવાર કાર્યરત થયા પછી, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 20 GW એનર્જી ઉત્પન્ન કરશે.

હાઈબ્રિડ પાવર બેંક બનાવવાની યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા અદાણી ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, “અમે હવે ખાવડામાં રણની મધ્યમાં – વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ પાર્ક બનાવી રહ્યા છીએ. તે સૌથી મુશ્કેલ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે.”

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, કંપની ઈતિહાસમાં બનેલા કોઈપણ પ્રોજેક્ટ કરતાં વધુ ઝડપથી આ પ્રોજેક્ટ તૈયાર કરવા માગે છે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હેઠળ વિકસાવવામાં આવશે.

હાઈબ્રિડ પાવર બેંક પ્લાન્ટ જનરેશનના વીજ માગને પૂરી કરવા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે તે વધુ સારો ઉકેલ પૂરો પાડે છે. આ સૂર્યની શક્તિનો ઉપયોગ કરવા અને પવન સંસાધનોમાંથી અસરકારક વીજ ખર્ચ મેળવવા સક્ષમ કરવા માટે અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઈબ્રિડ ક્લસ્ટરમાં અનુક્રમે 390 MW, 600 MW, 450 MWઅને 700 MW ક્ષમતા ધરાવતા ચાર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય હાઈબ્રિડ એનર્જી જનરેશન એસેટ્સ રાજસ્થાનના જેસલમેરમાં આવેલી છે. આ સાથે, AGELનો ઓપરેટિંગ પવન-સૌર હાઈબ્રિડ પોર્ટફોલિયો હવે 2,140 MW સુધી પહોંચી ગયો છે, જે વિશ્વમાં સૌથી મોટો છે.

2,140 MWનો નવો કાર્યરત સોલાર-વિન્ડ હાઈબ્રિડ પોર્ટફોલિયો સૂર્યમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે બાયફેસિયલ સોલાર પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ (HSAT) ટેક્નોલોજી જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેમજ તકનીકી રીતે અદ્યતન પવન ટર્બાઇન જનરેટર ઉચ્ચ ક્ષમતા તરફ દોરી જાય છે. 

અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, જૂથ મોટા પાયે ગ્રીન એનર્જી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. અદાણી એન્ટરપ્રાઈઝની અન્ય પેટાકંપની, કચ્છ કોપર વિશે માહિતી આપતા, ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કંપની 0.5 MTPAની વાર્ષિક ક્ષમતા સાથે સંકલિત કોપર સ્મેલ્ટિંગ અને રિફાઈનરી સંકુલનું નિર્માણ કરી રહી છે. કંપનીની મહત્વાકાંક્ષાઓની વિગતો આપતાં, અદાણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) આગામી 1 થી 2 વર્ષના સમયગાળામાં કેરળના વિઝિંજમમાં ભારતનું સૌથી મોટું ટ્રાન્સશિપમેન્ટ હબ શરૂ કરશે. 

અદાણી ગ્રુપનું ડેટા સેન્ટર JV AdaniConneX પણ ટૂંકા ગાળામાં 350 મેગાવોટ ક્ષમતા તેમજ આવનારા સમયમાં 1 GW ક્ષમતા સ્થાપિત કરવા જઈ રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટો પ્રોજેક્ટ છે.