આદિત્ય-L1એ શરૂ કર્યો વૈજ્ઞાનિક પ્રયોગ, પૃથ્વીની આસપાસના કણોના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં મળશે મદદ

ઈસરોએ ભારતના પ્રથમ સોલાર મિશન આદિત્ય-L1ને લઈ નવી અપડેટ આપી છે. ઈસરોના અહેવાલ પ્રમાણે આદિત્ય-L1એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. ઈસરોએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, આદિત્ય-L1માં લાગેલા સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) નામના ઉપકરણના સેન્સરે પૃથ્વીથી 50,000 (50 હજાર) કિમીથી વધારે અંતરથી સુપર થર્મલ અને ઉર્જાવાન આયનો […]

Share:

ઈસરોએ ભારતના પ્રથમ સોલાર મિશન આદિત્ય-L1ને લઈ નવી અપડેટ આપી છે. ઈસરોના અહેવાલ પ્રમાણે આદિત્ય-L1એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. ઈસરોએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, આદિત્ય-L1માં લાગેલા સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) નામના ઉપકરણના સેન્સરે પૃથ્વીથી 50,000 (50 હજાર) કિમીથી વધારે અંતરથી સુપર થર્મલ અને ઉર્જાવાન આયનો અને ઈલેક્ટ્રોન્સનું માપન શરૂ કરી દીધું છે. 

આદિત્ય-L1નો ડેટા વૈજ્ઞાનિકો માટે ઉપયોગી

ઈસરોના કહેવા પ્રમાણે આદિત્ય-L1 જે ડેટાઓને એકત્રિત કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વ્યવહારનું વિશ્ષેણ કરવામાં મદદ મળશે. આ આંકડા કોઈ એક યુનિટ દ્વારા એકત્ર કરવામાં આવેલા ઉર્જાવાન કણ વિતરણમાં વિવિધતાને પ્રદર્શિત કરે છે. 

આદિત્ય-L1એ અત્યાર સુધીમાં કુલ 4 વખત (3 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર અને 15 સપ્ટેમ્બર)ના રોજ કક્ષા બદલેલી છે. 19 સપ્ટેમ્બરના રોજ 5મી વખત તે પોતાની કક્ષા બદલશે. ઈસરોના કહેવા પ્રમાણે આદિત્ય-L1ની નવી કક્ષા 256 કિમી x 1,21,973 કિમી છે. મતલબ કે તે હવે જે કક્ષામાં છે તેનાથી પૃથ્વીનું લઘુતમ અંતર 256 કિમી અને મહત્તમ અંતર 1,21,973 કિમી છે. 


આદિત્ય-L1ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી 2 ઓગષ્ટના રોજ સવારે 11:50 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય-L1 ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે અને આ મિશન પણ ચંદ્રયાન-3ની માફક પહેલા પૃથ્વીની પરિક્રમા કરશે અને પછી ઝડપથી સૂર્યની દિશામાં ઉડાન ભરશે. તેનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યો સમજવામાં મદદ મળશે. 

આદિત્ય-L1 15 લાખ કિમીનું અંતર કાપશે

આદિત્ય-L1 અંતરિક્ષ યાનને સૌર કોરોના (સૂર્યની બાહ્ય પરતો)ના દૂરસ્થ અવલોકન અને L1 (સૂર્ય-પૃથ્વી લૈગ્રેંજિયન બિંદુ) પર સૌર હવાના યથાસ્થિતિ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L1 પૃથ્વીથી આશરે 15 લાખ કિમી દૂર છે. 

આદિત્ય-L1ના ડેટાનો ફાયદો

આદિત્ય-L1 આપણને જે કણોના ડેટા મોકલશે તે આપણને સૌર મંડળના અંતરિક્ષમાં સોલાર તોફાનો અને ત્યાંના હવામાનની ઘટનાઓની ઉત્પતિ, ગતિ અને વિવિધ દિશાઓમાં તેના અલગ-અલગ વેગથી આગળ વધવા પાછળનું કારણ સમજવામાં મદદરૂપ બનશે. STEPS દ્વારા માપવામાં આવેલા આંકડા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં વિભિન્ન કણો અને આવેશિત કણોના વ્યવહારને સમજવામાં પણ મદદરૂપ બનશે. 

તારાઓનો અભ્યાસ કરવામાં મદદ મળશે

ઈસરોના કહેવા પ્રમાણે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. આદિત્ય-L1 તારાઓનો અભ્યાસ કરવામાં આપણી સૌથી વધારે મદદ કરી શકે તેમ છે. તેનાથી મળેલી જાણકારીઓ અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળ વિજ્ઞાનના અનેક રહસ્યો અને નિયમો સમજવામાં ઉપયોગી બનશે.