દિલ્હી બાદ Mumbai Pollutionના સ્તરમાં થયો વધારો, AQI 300ને પાર પહોંચ્યો

Mumbai Pollution: દિલ્હી બાદ હવે મુંબઈમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Pollution)ને કારણે AQI વધીને 300ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે આંખોમાં બળતરા પણ થઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, મલાડ, સાયન, ચેમ્બુર, દેવનાર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને ખેરવાડી જંકશન મુંબઈના છ […]

Share:

Mumbai Pollution: દિલ્હી બાદ હવે મુંબઈમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Pollution)ને કારણે AQI વધીને 300ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે આંખોમાં બળતરા પણ થઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, મલાડ, સાયન, ચેમ્બુર, દેવનાર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને ખેરવાડી જંકશન મુંબઈના છ સ્થળો છે જ્યાં હવાની ગુણવત્તા સતત નબળી છે. 

રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રૂપે તમામ જિલ્લાઓને તેમના વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા એક્શન પ્લાન તેયાર કરવા જણાવ્યું છે. જે લોકો પ્રદૂષણ સબંધિત સમસ્યાઓ જેમ કે શ્વાસ રુંધાવો, કફ, છાતીમાં દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ ધરાવતાં હોય તેમને ડોક્ટરની સલાહ લેવા અને એન-95 માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે. 

મુંબઈ ઉપરાંત થાણે, પૂણે, નાગપુર, ઔરંગાબાદ, નાસિક અને અન્ય શહેરોમાં હવાની ગુણવત્તા કથળવાને પગલે સરકારે આ મોટું પગલું ભર્યું છે. સરકારે AQIના આંકડા તથા બિમારીઓની સમસ્યાઓને સાંકળવાની તથા તેનું દૈનિક રિપોર્ટિંગ જિલ્લા અધિકારીઓ તથા સબંધિત મ્યુનિસિપલ અધિકારીઓને નિયમિતપણે કરવા જણાવ્યું છે. છેલ્લા થોડાં સમયથી પ્રદૂષણની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કરતાં સરકારને પગલાં ભરવાની ફરજ પડી છે. 

વધુ વાંચો: Delhi Pollution પર સુપ્રીમ કોર્ટ કડક થઇ, ઓડ-ઇવનને અવૈજ્ઞાનિક ફોર્મ્યુલા તરીકે બતાવી

Mumbai Pollutionને કારણે શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો થયો

મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Pollution) વધવાને કારણે મુંબઈની સરખામણી દિલ્હી સાથે થવા લાગી છે. ડોક્ટોરોનું કહેવું છે કે મુંબઈમાં વધતા પ્રદૂષણને કારણે શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો થયો છે. મુંબઈમાં સવારે 11 વાગ્યા સુધી વિઝિબિલિટી સુધરતી નથી. જેના કારણે સવારના સમયે લાંબા અંતરની વસ્તુઓ અને વાહનો વ્યવસ્થિત જોઈ શકાતા નથી. 

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક ટીમ મુંબઈ મોકલશે, જે ત્યાંના વાયુ પ્રદૂષણની સ્થિતિને સમજશે અને તેની સાથે નિપટવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરશે.

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ સંસ્થાઓને 10 નવેમ્બર સુધીમાં હવાના પ્રદૂષણ (Mumbai Pollution)ને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના અધિકારીઓને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વચગાળાના પગલાં લેવાનો આદેશ જારી કર્યાના એક દિવસ પછી મુખ્ય સચિવ મનોજ સૌનિકે 7 નવેમ્બરે આ નિર્દેશ આપ્યો હતો. 

વધુ વાંચો: Delhi Pollution: આપ નેતા પ્રિયંકા કક્કડે હરિયાણા પર ફોડ્યું આરોપનું ઠીકરૂં

વધુમાં, હાઈકોર્ટે ફટાકડા ફોડવાથી, ખાસ કરીને દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી હવામાં ફેલાતા પ્રદૂષણ (Mumbai Pollution)ને રોકવાના મામલે પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, દિવાળીના તહેવારના દિવસોમાં સાંજે 7થી રાતે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી રહેશે. અન્ય સમય દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે બાંધકામના સ્થળોએ એકત્ર થતા કાટમાળને વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટ કરવાની પ્રવૃત્તિ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે.