રાહુલ ગાંધીના ચીનના અતિક્રમણ અંગેના નિવેદન બાદ સુરક્ષા નિષ્ણાત સંજય કુલકર્ણીએ આપી ચેતવણી

સુરક્ષા નિષ્ણાત સંજય કુલકર્ણીએ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને તેમના ભારત-ચીન સરહદ વિસ્તારમાં ચીનના અતિક્રમણ અંગેના વિવાદિત નિવેદન બાદ જડબાતોડ જવાબ આપવાની સાથે જ ચેતવણી પણ આપી હતી. સંજય કુલકર્ણીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારતે ચીન સામે જમીન ગુમાવી છે તેવા નિવેદનો આપીને રાહુલ ગાંધી ચાલુ વાટાઘાટો માટેના રાજદ્વારી પ્રયત્નોમાં અવરોધરૂપ […]

Share:

સુરક્ષા નિષ્ણાત સંજય કુલકર્ણીએ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને તેમના ભારત-ચીન સરહદ વિસ્તારમાં ચીનના અતિક્રમણ અંગેના વિવાદિત નિવેદન બાદ જડબાતોડ જવાબ આપવાની સાથે જ ચેતવણી પણ આપી હતી. સંજય કુલકર્ણીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારતે ચીન સામે જમીન ગુમાવી છે તેવા નિવેદનો આપીને રાહુલ ગાંધી ચાલુ વાટાઘાટો માટેના રાજદ્વારી પ્રયત્નોમાં અવરોધરૂપ બની શકે છે. 

ચીનના અતિક્રમણ મામલે રાહુલ ગાંધીનું નિવેદન

નોંધનીય છે કે, રાહુલ ગાંધી આગામી 25 ઓગષ્ટ સુધી લદ્દાખના પ્રવાસે છે. તેમણે લદ્દાખમાં 14,270 ફૂટની ઉંચાઈએ પૈંગોગ લેકના કિનારે પોતાના પિતા અને ભારતના પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમણે ચીનના અતિક્રમણ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે તે વિસ્તારના બધા લોકો ત્યાં ચીનની સેનાએ ઘૂસણખોરી કરી છે તેમ જણાવતા હોવાનો દાવો કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન કહે છે કે અહીં કોઈ નથી ઘૂસ્યુ પરંતુ એ અસત્ય છે. રાહુલ ગાંધીના ચીનના અતિક્રમણ અંગેના નિવેદન મામલે સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ સંજય કુલકર્ણીએ વળતો હુમલો કર્યો હતો. 

રાહુલ ગાંધીને જવાબ આપતા સંજય કુલકર્ણીએ કહ્યું હતું કે, 1950ના વર્ષથી ભારતે પોતાની 40,000 ચોરસ કિમી જમીન ચીનના કારણે ગુમાવી છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે, ભારત હવે પોતાની કોઈ જમીન ન ગુમાવે. પોતાની વાત આગળ વધારતા કુલકર્ણીએ કહ્યું હતું કે, જ્યાં પેટ્રોલિંગ કરવા પર પ્રતિબંધ છે તેવા ડેમચોક અને ડેપસાંગ ખાતે ઘર્ષણના કારણે હાલ ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટો ચાલુ છે. આવા સંજોગોમાં આપણે ગુમાવ્યું છે, ચીનના અતિક્રમણ સહિતની વાતો અયોગ્ય કહેવાશે. જ્યારે વાટાઘાટો ચાલતી હોય ત્યારે કોઈએ નિવેદન ન આપવા જોઈએ.

ભારતીય સેનાનું મનોબળ નબળું ન પાડોઃ પ્રસાદ

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, “તમે ગમે તે કરો પરંતુ ભારતીય સેનાના મનોબળને નબળું પાડવાના પ્રયત્નો શા માટે કરો છો? આર્મીની મદદ માટે મોદી સરકારે લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી રસ્તાઓ અને બ્રિજ બનાવ્યા છે જે આર્મીના વાહનો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.”

રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાહુલ ગાંધીએ ચીનની PLA દ્વારા કરવામાં આવેલાા અતિક્રણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી એવો દાવો કરે છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ ભારતની એક પણ ઈંચ જમીનનો કબજો નથી લીધો એ અસત્ય છે. તેમણે લદ્દાખ સેક્ટરમાં શાંતિ માટે ભારતીય સેના અને ચાઈનીઝ PLA વચ્ચેના 19મા મિલિટ્રી સંવાદ બાદ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આમ રાહુલ ગાંધીના ભારતીય સરહદમાં ચીનના અતિક્રમણ અંગેના દાવાને લઈ રાજકીય વિવાદ જાગ્યો છે.