CA ફાઈનલ પરીક્ષામાં અમદાવાદનાં વિદ્યાર્થી અક્ષય જૈને ટોપ કર્યું 

અમદાવાદના વિદ્યાર્થી અક્ષય જૈને મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. અમદાવાદના કશિશ ખંધારે પણ CA ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 13માં સ્થાન સાથે 800માંથી 648 માર્ક્સ મેળવ્યા છે. 800માંથી 616 માર્ક્સ મેળવનાર અક્ષય જૈન મૂળ રાજસ્થાનના પાલીથી આવે છે. તેઓ સ્કૂલિંગ માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ તેમના પિતરાઈ ભાઈની સલાહથી સીએનો […]

Share:

અમદાવાદના વિદ્યાર્થી અક્ષય જૈને મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું છે. અમદાવાદના કશિશ ખંધારે પણ CA ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 13માં સ્થાન સાથે 800માંથી 648 માર્ક્સ મેળવ્યા છે.

800માંથી 616 માર્ક્સ મેળવનાર અક્ષય જૈન મૂળ રાજસ્થાનના પાલીથી આવે છે. તેઓ સ્કૂલિંગ માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ તેમના પિતરાઈ ભાઈની સલાહથી સીએનો કોર્સ કરવાનું નક્કી કર્યું. તેમણે અગાઉ CA ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં પણ AIR 1 હાંસલ કર્યો હતો.

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ડેટા અનુસાર, 1,805 વિદ્યાર્થીઓએ ગ્રુપ 1 અને 2 માં CA ફાઈનલ પરીક્ષા આપી હતી, જેમાં 406 વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા હતા.

બંને ગ્રુપની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો સફળતા દર 9.83 ટકા હતો. સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં 2504 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતા. જેમાંથી, 658 વિદ્યાર્થીઓ પાસ થયા. જેમને બંને ગ્રૂપની પરીક્ષા આપી હતી તેમનો સફળતા દર 10.75 ટકા હતો. સીએ ફાઈનલની પરીક્ષાનો સફળતાની ટકાવારી 8.33 જ્યારે સીએ ઈન્ટરમીડિયેટ પરીક્ષાની સફળતાની ટકાવારી 10.24 ટકા છે.

CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ હાઈ પ્રોફેશનલ જોબ કે બિઝનેસ છે. જે કંપનીઓને બજેટ ઓડિટીંગ, ટેક્સ મેનેજમેન્ટની સાથે બિઝનેસમાં યોગ્ય વ્યૂહરચના બનાવી આપવામાં મદદ કરે છે. આ વ્યવસાય સમાજમાં સન્માન સાથે ઉચ્ચ પગાર અને મોભો આપે છે. CA બનવા માટે તમારે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવવું જરૂરી છે અથવા ગ્રેજ્યુએશન પછી તમે આ વ્યવસાય અપનાવી શકો છો. ICAI એટલે કે ‘ધ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા’ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરે છે.

 જો તમારે 12મા ધોરણ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરવો હોય તો તમારે લગભગ 5 વર્ષનો કોર્સ કરવો પડશે. જો તમે તમારા ગ્રેજ્યુએશન પછી કરવા માંગો છો તો લગભગ સાડા 4 વર્ષનો સમય લાગશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રક્રિયા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષા થોડી અઘરી હોય છે. પરંતુ જો કોચિંગ અને તૈયારી યોગ્ય રીતે કરવામાં આવે તો પરીક્ષા પાસ કરી શકાય છે. 12મા ધોરણ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ માટે, પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે, જે ફાઉડેશન, ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષા હશે.  સ્નાતક થયા પછી તમારે ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષા આપવી પડશે. સીએ બન્યા બાદ વ્યક્તિ બેન્કિંગ, નાણાકીય સંસ્થા, વીમા, ચાર્ટર્ડ એકાઉન્ટંટ ફર્મ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તેમજ બિઝનેસ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ ક્ષેત્રોમાં CA ટોપર્સની ઘણી ડિમાન્ડ હોય છે.