અમદાવાદમાં U20 મેયોરલ સમિટનો શુક્રવારથી પ્રારંભ થશે

છઠ્ઠા  U20 સમિટના ઉપક્રમે અમદાવાદમાં U20 મેયોરલ ઈવેન્ટ યોજાવાની છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી દેશની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ આ ઈવેન્ટની યજમાની કરશે.  U20 મેયોરલ સમિટનું આયોજન 7 અને 8 જુલાઇ દરમ્યાન મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર  ખાતે કરવામાં આવ્યું છે.  દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુનેસ્કો દ્વારા ભારતનાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલા અમદાવાદ […]

Share:

છઠ્ઠા  U20 સમિટના ઉપક્રમે અમદાવાદમાં U20 મેયોરલ ઈવેન્ટ યોજાવાની છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી દેશની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ આ ઈવેન્ટની યજમાની કરશે.  U20 મેયોરલ સમિટનું આયોજન 7 અને 8 જુલાઇ દરમ્યાન મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર  ખાતે કરવામાં આવ્યું છે.  દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુનેસ્કો દ્વારા ભારતનાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલા અમદાવાદ ને G20 યજમાની પ્રાપ્ત થઈ છે. 

આ સમિટમાં વિશ્વનાં  40 દેશોના ભારતના 35 શહેરનાં  મેયર સહિત 130 ડેલિગેટ્સ હાજર રહેશે. આ સમિટમાં વિવિધ મુદ્દા જેવા કે, ક્લાઇમેટ ફાયનન્સને પ્રોત્સાહન આપવું, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થતંત્રનેપ્રોત્સાહન આપવું, પાણીની સુરક્ષા  શહેરી શાસન અને આયોજન માટે માળખાને પુન:શોધવા જેવા મુદ્દે ચર્ચા કરાશે. Sઆ પ્રાથમિકતાઓ શહેરના ભાવિ વિકાસ પર આધારિત છે. ગુજરાત ભારતનાં સૌથી વધુ ઔદ્યોગિકારણ અને વિકસિત રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.  સ્માર્ટ શહેરની યાદીમાં ગુજરાતનું સ્થાન પાંચમું છે. 

છેલ્લા  1.5 વર્ષમાં રાજ્યના છ જિલ્લાઓમાં 124 શહેરી વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ભારતમાં વિકસાવનાર સ્માર્ટ સિટી હેઠળ ગુજરાતનાં અમદાવાદ , સુરત, ગાંધીનગર, દાહોદ અને રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. જેના હેઠળ રૂ. 8963 કરોડના 281 વિકાસ કામો પૂર્ણ કરાયા છે. સમગ્ર દેશમાં સુરતે સ્માર્ટ સિટી તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે અમદાવાદનું સ્થાન ત્રીજું છે. 

પ્રાદેશિક પરિવહન વિકસાવવા માટેની ભારત સરકારની UDAN યોજના હેઠળ રાજ્યના 9 એરપોર્ટ ખાતે 18 સર્વિસ રુટ શરૂ કરાયા છે. રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 924 હેક્ટર જેટલી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવી હતી. 

સરકારે જણાવ્યું કે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયેલા અમદાવાદમાં ઐતિહાસિક વારસા  અને આધુનિકતાનો સુમેળ છે અને શહેર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ , બીઆરટીએસ, અટલ બ્રિજ, મેટ્રો ટ્રેન જેવા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા છે. આમ, જે રીતે અમદાવાદનું આધુનિકરણ અને શહેરીકરણ સંભવ બન્યું છે તે છઠ્ઠા U 20 સમિટ માટે યોગ્ય છે. 

6 જુલાઇના રોજ  અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર સાંજે તમામ મહેમાનોનું સ્વાગત કરશે. જ્યારે 7 જુલાઇના રોજ તમામ મહેમાન સવારે અમદાવાદ શહેરના હેરિટેજ વોક પર નીકળશે. ત્યાં તેમણે ગુજરાતી નાસ્તો પીરસવામાં આવશે. 

બપોરે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. 

સમિટમાં ટોકિયો, રિયાધ, પેરિસ, સુરત, શ્રીનગર, ન્યુયોર્ક સિટી, ઈન્દોર, લંડન, કોચિ, ડરબન જેવા અન્ય શહેરોના મેયર હાજર રહેશે. આ સમયે આવનાર તમામ શહેરના મેયરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.