વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ધરોહરને જાળવી રાખવામાં અનેક અવરોધો

યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ હેરિટેજ  કન્ઝર્વેશન કમિટીની 75 મી બેઠક  હાલમાં મળી હતી જેમાં, ઐતિહાસિક વારસો ધરાવતી ઈમારતોની જાળવણી અને તેમાં પ્રગતિની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરને મળેલું આ પ્રતિષ્ઠિત પદ જોખમમાં હોવાનું લાગી રહ્યું છે અને તેને જાળવવામાં ઘણા અવરોધ પણ આવે તેમ લાગે છે. જેમાં, ફંડનો […]

Share:

યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ હેરિટેજ  કન્ઝર્વેશન કમિટીની 75 મી બેઠક  હાલમાં મળી હતી જેમાં, ઐતિહાસિક વારસો ધરાવતી ઈમારતોની જાળવણી અને તેમાં પ્રગતિની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં શહેરને મળેલું આ પ્રતિષ્ઠિત પદ જોખમમાં હોવાનું લાગી રહ્યું છે અને તેને જાળવવામાં ઘણા અવરોધ પણ આવે તેમ લાગે છે. જેમાં, ફંડનો અભાવ, મકાનના માલિકને ફંડ પૂરું પાડતી ટીડીઆર કમિટી દ્વારા અપાતાં અપૂરતા ફંડ, હેરિટેજ બિલ્ડિંગનાં બનાવેલી  યાદીમાની ઈમારતોની પુન: સ્થાપનાની ઇચ્છાનો અભાવ, જે ઈમારતોને પુન: સ્થાપનાની જરૂર છે તેવાં ઈમારતોની યોગ્ય યાદી ન બનાવવાને કારણે કેટલાંક ગોડાઉનમાં ફેરવાઇ ગયા હોવાનું પણ આ બેઠકમાં જાહેર થયું છે. અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સિટી ટ્રસ્ટ (AWHCT)ની મળેલી આ બેઠકમાં આવનાર અવરોધો પ્રકાશમાં આવ્યા હતા. 

ગયા વખતે પણ ટ્રસ્ટની મળેલી આ બેઠકમાં આઇતિહાસિક ઈમારતોની જાળવણી માટે પૂરતું ભંડોળ નહીં હોવાનો મત તેનાં વ્યક્ત કર્યો હતો. એક સભ્યની એવી પણ લાગણી છે કે, સીએસઆર ફંડ માટે ટ્રસ્ટે કૉર્પોરેટ ક્ષેત્રનો સપર્ક કરવો જોઈએ. હજુ કમિટી પાસે કેટલા બિલ્ડિંગનું પુન:સ્થાપન કરવાનું છે તેની પણ વિગતો નથી. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઐતિહાસિક વારસો ધરાવતી ઇમારતોમાં કેટલી ખાલી છે કેટલી ઇમારતમાં કોઈ રહે છે અને જર્જરિત થયેલી ઈમારતોનો પ્રાથમિક માહિતીની યાદીમાં સુધારો બાકી છે. 

હાલમાં યોજાયેલી આ બેઠકની મિટિંગની બનાવાયેલી મિનિટ્સમાં જણાવ્યા પ્રમાણે જેટલી ઇમારતો યાદીમાં છે તેની પુન;સ્થાપના માટે ખરેખર કેટલા નાણાંની જરૂર છે તે નક્કી કરવી પડશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા અમદાવાદ શહેરને વર્ષ 2017 માં ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ જાહેર કારાયું છે. આ પહેલા યુનેસ્કોએ ભારતની અનેક ઐતિહાસિક ઈમારતોને વર્લ્ડ હેરીટેજ સાઇટ જાહેર કરી હતી પરંતુ પહેલીવાર ભારતના કોઈ શહેરને વૈશ્વિક ધરોહર ધરાવતા શહેરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. 

અમદાવાદના કોટ વિસ્તારની ઘણી ઇમારતો ભૂતકાળના ભારતની ભવ્ય જાહોજલાલી અને કલાવારસાના આબાદ નમૂના જેવી આ કાષ્ઠ કલાકૃતિથી શોભતા આ મકાનો એક ભવ્ય ભૂતકાળને સાચવીને બેઠા હતા અને શહેરને વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો ત્યારે કોટ વિસ્તારના 2246  મકાનોને હેરિટેજ ઘોષિત કરાયા હતાં.  તેની જાળવણી કરવાનું કામ એએમસી તંત્રની જવાબદારીમાં આવતું હતું. આ મકાનોમાં કોઇપણ  પ્રકારના રિપેરિંગ માટે પણ હેરિટેજ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત હોય છે.