પ્રવાસનનાં ખર્ચામાં 40%નો વધારા છતાં ગુજરાતનાં પ્રવાસીઓ ઉત્સાહિત 

શાળામાં વેકેશનનાં સમયે હોટલનાં ખર્ચ અને હવાઈ ભાડાંમાં અર્થાત પ્રવાસનનાં ખર્ચામાં 40 ટકાનાં  વધારા છતાં ગુજરાતનાં સહેલાણીઓ ઉત્સાહમાં  કોઈ ઓટ આવી નથી અને ટ્રાવેલ કંપનીઓ દ્વારા કરાતા બૂકિંગમાં દિન  પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.  યુરોપ અને અમેરિકા જવા માટેનાં વિમાની ભાડા લગભગ બમણા થઇ ગયા છે. અન્ય ક્ષેત્રોના ભાડા 40 થી 60 ટકા વધ્યા છે. […]

Share:

શાળામાં વેકેશનનાં સમયે હોટલનાં ખર્ચ અને હવાઈ ભાડાંમાં અર્થાત પ્રવાસનનાં ખર્ચામાં 40 ટકાનાં  વધારા છતાં ગુજરાતનાં સહેલાણીઓ ઉત્સાહમાં  કોઈ ઓટ આવી નથી અને ટ્રાવેલ કંપનીઓ દ્વારા કરાતા બૂકિંગમાં દિન  પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. 

યુરોપ અને અમેરિકા જવા માટેનાં વિમાની ભાડા લગભગ બમણા થઇ ગયા છે. અન્ય ક્ષેત્રોના ભાડા 40 થી 60 ટકા વધ્યા છે. હોટલના ભાડામાં પણ વધારો નોંધાયો છે પરંતુ, આમ છતાં આ વર્ષે યુરોપ ટુર માટે લોકો વધુ ઉત્સાહિત જણાય છે. અને ત્યાં જવા માટેનાં બૂકિંગ જળવાઈ રહ્યા છે . એક અંદાજ પ્રમાણે આ વર્ષે ઉનાળુ વેકેશનમાં દેશમાં તેમજ અન્ય દેશોમાં ફરવા જવા માટેનાં બૂકિંગમાં 30 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.  તેમ ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં અધ્યક્ષ મનીષ શર્માએ જણાવ્યું હતું. 

જો આપણે અંદાજિત આ ક્ષેત્રે થતાં  ખર્ચની વાત કરી તો ઉનાળામાં ઓછામાં ઓછા રૂ. 2500 કરોડનાં પ્રવાસ નોંધાય છે. જો વિસામાં વિલંબ નાં થતો હોટ તો આનાથી અનેક ગણું બૂકિંગ નોંધાયું હોત. આ વર્ષે વિઝા માટેની એપોઇન્ટમેન્ટ મળવામાં મુશ્કેલી આવી રહી હોવાનું પણ ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનાં પ્રમુખ અનુજ પાઠકે જણાવું હતું. 

આ ઉનાળામાં પ્રવાસીઓ યુરોપ, અમેરિકા, કેનેડા, મોરશિયસ, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, કમ્બોડિયા, સિંગાપોર, થાઈલેન્ડ તેમજ ઓસ્ટ્રેલીયા જેવા સ્થળોએ ઉમટી રહ્યા છે. આ ઉપરાંત, સ્કેન્ડિનેવિયન દેશો, પૂર્વી યુરોપ અને તુર્કી પણ લોકો જઇ રહ્યા છે. સ્થાનિક ધોરણે  પ્રવાદીઓ લદાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પસંદ કરી રહ્યા છે. આ ઉનાળામાં ઉત્તરપૂર્વીય પ્રદેશો પણ લોકો વધુને વધુ જવાનું પસંદ કરી રહ્યા છે, આ સ્થળોએ એટલો ધસારો છે કે, અમુક અત્યંત લોકપ્રિય સ્થળોની તમામ હોટલોના બૂકિંગ ફૂલ થઈ ગયા છે. આ ઉપરાંત હોટલો પહેલાથી જ બૂક હોવાના કારણે પ્રવાસીઓ વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર છે પરંતુ આમ છતાં 5  સ્ટાર અને 3 સ્ટાર હોટલોમાં બૂકિંગ મળવું મુશ્કેલ છે. 

કોરોનામાં લોકોએ ફરવા જવાનું મોકૂફ રાખ્યું હતું તે લોકોએ વેકેશનમાં ફરવા જવા માટે ટૂર પેકેજ બૂક કરાવી લીધી છે. સૌ જાણે છે કે, ગુજરાતીઓમાં ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ છે. વિયેતનામ, દુબઈ, સિંગાપોર, મલેશિયા, બાલી, માલદીવ્સ સાથે હવે યુરોપ અને અમેરિકા પણ  ગુજરાતીઓના પસંદગીના સ્થળ બન્યા છે.