એર ઇન્ડિયાનાં પાઇલોટ્સની પગાર વધારા માટે હસ્તક્ષેપ કરવા રતન ટાટાને અપીલ 

પગારમાં વધારાની માંગને લઈને ભારતની એર ઇન્ડિયાના પાઇલોટ્સ એ ટાટા જૂથના વડા રતન ટાટાને  હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. આ અંગે એર ઇન્ડિયાના 1500 જેટલા પાઈલોટે એક અરજી પર સહી કરી છે અને એર ઇન્ડિયાની હાલની એચઆર ટીમ દ્વારા તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી તેમજ તેના પર ધ્યાન પણ અપાતું નહીં હોવાનું જણાવ્યું છે. પાઇલોટ્સનું માનવું […]

Share:

પગારમાં વધારાની માંગને લઈને ભારતની એર ઇન્ડિયાના પાઇલોટ્સ એ ટાટા જૂથના વડા રતન ટાટાને  હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. આ અંગે એર ઇન્ડિયાના 1500 જેટલા પાઈલોટે એક અરજી પર સહી કરી છે અને એર ઇન્ડિયાની હાલની એચઆર ટીમ દ્વારા તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી તેમજ તેના પર ધ્યાન પણ અપાતું નહીં હોવાનું જણાવ્યું છે. પાઇલોટ્સનું માનવું છે કે આ સ્થિતિમાં જો રતન ટાટા આ મુદ્દે હસ્તક્ષેપ કરે તો કદાચ સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે. 

17 એપ્રિલે એર ઇન્ડિયાએ તેમના પાઈલોટ અને કેબિન ક્રૂનાં  પગારમાં સુધારા સાથેનું માળખું જાહેર કર્યું હતું જેને  ઈન્ડિયન કોમર્શિયલ પાઈલટ્સ એસોસિયેશન (આઈસીપીએ) અને ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ (આઈપીજી) દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આ માળખું નક્કી કરતાં પહેલા તેમની સાથે કોઈ વિચાર  વિમર્શ કરાયો નથી જે  એરલાઇન દ્વારા શ્રમ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન છે. 

એરલાઇન્સના મેનેજમેન્ટ દ્વારા પગારના માળખા અને સેવાની શરતોના નિર્ણય એર ઈન્ડિયા એકપક્ષીય લેતું હોવાનું જણાવી તેઓએ ટાટા જૂથના વડાના હરતક્ષેપની માંગ કરી છે. 

આ બંને યુનિયન તેમના કર્મચારીઓને આ સુધારેલા માળખાના કરાર પર સહી ન કરવા જણાવી રહ્યું છે. 

વર્ષોથી એર ઈન્ડિયા સરકારના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતી હતી જેણે જાન્યુઆરી 2022 માં ટાટા  જૂથે ખરીદી હતી. એર ઇન્ડિયાએ 24 એપ્રિલે એક ટાઉન હોલ મીટિંગમાં કહ્યું હતું કે, સુધારેલી સેલરી સિસ્ટમ કાયદા હેઠળ જ છે. કંપનીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટમાં કોઇ પણ બદલાવ થયો છે તે કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યો છે. જો તમને કોઇ એવું કહી રહ્યું હોય કે નવી સિસ્ટમ કાયદાની બહાર છે તો  તે ખોટું છે. સુધારેલા પગાર હેઠળ, એર ઈન્ડિયાએ ગેરેન્ટેડ ફ્લાઈંગ એલાઉન્સ 20 કલાકથી વધારીને 40 કલાક કર્યું છે જે આ વિવાદનું કારણ બન્યું છે. કોવિડ-19 રોગચાળા પહેલા ફ્લાઈંગ એલાઉન્સ 70 કલાકનું હતું. આ ઉપરાંત પાયલટોને તેમની સેવાના વર્ષોના આધારે કોન્ટ્રાક્ટમાં સર્વિસ રિવોર્ડ આપવામાં આવે છે. 

એર ઇન્ડિયાએ નવું માળખું જાહેર કરતાં જણાવ્યું કે, નવું માળખું વિવિધ જુથ વચ્ચે સમંતાથી લાગુ કરાશે. જે ઉત્પાદકતા વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે છે. 

જેણે અનુલક્ષીને રતન ટાટાને  પત્ર લખી જણાવાયું છે કે, ટાટા  જૂથમાં અમારા સ્થાનને લઈને અમે ગર્વ અનુભવી છીએ પણ અત્યારે અમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમને ખબર છે કે અત્યારે એર ઈન્ડિયા સામે કેટલાક પડકારો છે અને અમે તેને ઉકેલવા કંપનીની સાથે છીએ અને કંપની સાથે કામ કરવા પ્રતિબધ્ધ છીએ પણ અમારી ચિંતા પર HR દ્વારા યોગ્ય ધ્યાન અપાયું નથી.