Air pollutionના ખતરા વચ્ચે દિલ્હીવાસીઓ પર કુદરત મહેરબાન, અચાનક વરસાદથી વાતાવરણમાં સુધારો

Air pollution: ભારે પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હી, નોઈડા અને ગુરૂગ્રામ તથા રાષ્ટ્રીય રાજધાનીની આસપાસના ક્ષેત્રોમાં ગુરૂવાર અને શુક્રવારની મધ્ય રાત્રિએ હળવો વરસાદ વરસ્યો હતો. દિલ્હી સરકાર ગંભીર વાયુ પ્રદૂષણ (Air pollution)નો સામનો કરવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા 20-21 નવેમ્બરના રોજ કૃત્રિમ વરસાદનું આયોજન કરી રહી છે.  ત્યારે એ પહેલા જ કુદરતી રીતે જ વરસાદ […]

Share:

Air pollution: ભારે પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હી, નોઈડા અને ગુરૂગ્રામ તથા રાષ્ટ્રીય રાજધાનીની આસપાસના ક્ષેત્રોમાં ગુરૂવાર અને શુક્રવારની મધ્ય રાત્રિએ હળવો વરસાદ વરસ્યો હતો. દિલ્હી સરકાર ગંભીર વાયુ પ્રદૂષણ (Air pollution)નો સામનો કરવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા 20-21 નવેમ્બરના રોજ કૃત્રિમ વરસાદનું આયોજન કરી રહી છે. 

ત્યારે એ પહેલા જ કુદરતી રીતે જ વરસાદ વરસવાથી અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ નીચે આવ્યું હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના કારણે એનસીઆરમાં ઝેરી હવાનું પ્રમાણ ઘટ્યું હતું. 

Air pollution વચ્ચે વરસાદની આગાહી

દિલ્હી સહિતના વિસ્તારોમાં પ્રદૂષણના કારણે ભારે સમસ્યા સર્જાઈ છે અને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જોકે વરસાદ બાદ પ્રદૂષણમાં રાહત મળી છે. આ સાથે જ પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર દ્વારા શુક્રવારના રોજ પણ દિલ્હી અને NCR, સોહાના, રેવાડી, ઔરંગાબાદ, હોડલ (હરિયાણા) બિજનૌર, સકોટી ટાંડા, હસ્તિનાપુર, ચાંદપુર, દૌરાલા, મેરઠ, મોદીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

વરસાદથી પ્રદૂષણમાં રાહત 

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ પ્રમાણે દિલ્હીના આનંદ વિહારમાં સરેરાશ AQI 462 (ગંભીર) નોંધવામાં આવ્યો હતો, તે શુક્રવારે સવારે સુધરીને ‘મધ્યમ’ શ્રેણીમાં પહોંચ્યો હતો.

 એ જ રીતે આરકે પુરમમાં સરેરાશ AQI ગંભીર શ્રેણીમાં 446 પર હતો તેમાં સવારે હવાની ગુણવત્તામાં ભારે સંતોષજનક સુધારો જોવા મળ્યો હતો.  આમ વરસાદના લીધે વાયુ પ્રદૂષણ (Air pollution)માં ભારે રાહત મળી હતી.

નોઈડા સેક્ટર-62માં સરેરાશ AQI રીડિંગ 425 હતું, જ્યારે લઘુત્તમ સંતોષજનક રીતે 56 જેટલું નોંધાયું હતું. ગુરુગ્રામમાં પણ હવાની ગુણવત્તામાં અચાનક સુધારો જોવા મળ્યો હતો. AQI સવારે 6 વાગ્યે 50 પર હતો જ્યારે સરેરાશ AQI 399 પર ‘ખૂબ જ નબળો’ રહ્યો હતો.

વધુ વાંચો:

Delhi Pollutionને કારણે સરકારે 9થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી

કૃત્રિમ વરસાદ કરાવવાની પણ તૈયારી 

દિલ્હી-એનસીઆર હાલ પ્રદૂષણના સકંજામાં છે. દિલ્હી સરકારે આર્ટિફિશિયલ વરસાદ કરાવવાની પણ તૈયારી કરી લીધી છે જેથી વાયુ પ્રદૂષણ (Air pollution)ની સ્થિતિમાં સુધારો લાવી શકાય. દિલ્હીમાં 20 અને 21 નવેમ્બરની આજુબાજુ કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી ચાલી રહી છે. જોકે તે પહેલા સરકારે પાયલટ સ્ટડી કરાવવાનો નિર્ણય કર્યો છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો થશે. 

વધુ વાંચો:  આનંદ વિહારનો AQI 999એ પહોંચ્યો, સ્થિતિ હજુ ગંભીર થવાની શક્યતા

કૃત્રિમ વરસાદ કેવી રીતે થાય છે?

જે રસાયણ છાંટવામાં આવે છે તે કૃત્રિમ ટીપાં બનાવે છે અને જ્યારે વાદળો તેમનું વજન નથી ખમી શકતા ત્યારે તે વરસાદના રૂપમાં નીચે પડવાનું શરૂ કરે છે. તેને કૃત્રિમ વરસાદ કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી એટલી સરળ નથી. વાસ્તવમાં, કૃત્રિમ વરસાદમાં પ્લેન સૌથી મોટી ભૂમિકા ભજવે છે. 

જે રસાયણ છાંટવામાં આવે છે તેને સાધનની મદદથી આકાશમાં છોડવામાં આવે છે. તે ઈન્સ્ટ્રુમેન્ટ પણ પ્લેનમાં જ ફીટ કરવામાં આવે છે, આવી સ્થિતિમાં એરક્રાફ્ટ મહત્વની ભૂમિકા ભજવે છે.